Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ લગતી કામગીરી રદ્દ કરવા વિપક્ષની માંગ…

ગત તા. 24ના રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે બજેટલક્ષી સામાન્ય સભા યોજવામાં આવી હતી.

ભરૂચ : નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ લગતી કામગીરી રદ્દ કરવા વિપક્ષની માંગ…
X

ગત તા. 24ના રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે બજેટલક્ષી સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં એજેન્ડામાં આવેલ ઠરાવ મુજબ બજેટ રજૂ કરવાનું હતું, પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા બજેટ અંગેની પ્રસ્તા વના કર્યા બાદ વિપક્ષને બજેટ અંગે ચર્ચા કરવા માટે કોઈ તક આપવામાં આવી ન હોવાનું જણાવી વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ સહિતના આગેવાનોએ આ બજેટ અંગેની સામાન્ય સભા રદ્દ કરી ફરીવાર બજેટની સામાન્ય સભા બોલાવવામાં આવે તેવી માંગ કરી છે.

ભરૂચ નગરપાલિકા ખાતે ભાજપની બહુમતી હોવાથી તેઓ સત્તા ભોગવી રહ્યા છે, ત્યારે નગરપાલિકાની કાયદાની રૂએ વિપક્ષને પણ જનહિત માટે પોતાના મંતવ્યો રજૂ કરવાના હક છે, એ લોકશાહીની મહત્વ બાબત છે. પરંતુ શાસક પક્ષે પોતાની બહુમતીના જોરે બજેટ પર ચર્ચા કર્યા વિના અને એજેન્ડામાં આવેલ મુદ્દા નં. 2ના બજેટ અંગેના ઠરાવ પર મતદાન કર્યા વિના શાસક પક્ષના સભ્યોએ બજેટ રજૂ કરી મંજૂર કરી વિપક્ષને બોલવાની કે, પોતાના વિચાર રજૂ કરવાની તક આપી ન હતી. આ બજેટ ભરૂચ નગરજનોના હિત અર્થે રજૂ કરવાનું હોય, વિપક્ષના સભ્યોની પણ લોક પ્રતિનિધિ તરીકે સત્તાધારી પક્ષે સાંભળવો જોઈએ.

પરંતુ તેમ ન કરતા સામાન્યક સભા પૂર્ણ થયા હોવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, બજેટ સર્વાનુમત્તે પસાર થયું છે. જોકે, જાણકારી મુજબ બજેટ પસાર થવાનો અર્થ નગરપાલિકામાં ચૂંટાયેલા દરેક સભ્યોના મતે પસાર થયું હોય તેવું બજેટ હોવું જોઈએ. પરંતુ શાસક પક્ષે બહુમતીના જોરે મતદાન કર્યા વિના સર્વાનુમતે બજેટ પસાર થયું હોવાની વાતો જણાવી ભરૂચની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે. જેને વિપક્ષે સખત શબ્દોમાં વખોડી નાખી આ સામાન્ય સભામાં બજેટ અંગે થયેલી કાર્યવાહી રદ્દ કરી હુકમ કરવા વિનંતી કરી હતી. વળી આ બજેટ અંગેની સામાન્ય સભા રદ્દ કરી ફરીવાર બજેટની સામાન્ય સભા બોલાવવામાં આવે તેવી માંગ સાથે પાલિકાના મુખ્ય અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Next Story