Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદના કાંકરિયા-પુરસા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતાં ગ્રામજનોને હાલાકી...

આમોદ તાલુકાના કાંકરિયા-પુરસા રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા બે ગામના ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ : આમોદના કાંકરિયા-પુરસા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતાં ગ્રામજનોને હાલાકી...
X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા-પુરસા રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા બે ગામના ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેમાં આમોદ તાલુકામાંથી આઈ.ટી.આઈ કરતા તાલીમાર્થીઓ પણ રોડ ઉપર પાણી ભરાઈ જતા હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

આમોદ તાલુકાના કાંકરિયા-પુરસા રોડ 5 ફૂટ ઉંચો કરાવવા માટે મેલડીનગરમાં રહેતા રાજકીય આગેવાને અનેક વખત સરકારમાં રજૂઆત કરી છે. આમોદ તાલુકાના કાંકરિયા-પુરસા રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા કાંકરિયા-પુરસા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાંકરિયા-પુરસા માટે પરિવહન માટે છકડો અને રીક્ષા જ મળે છે, ત્યારે બાકીના લોકો બાઇક ઉપર તેમજ સાઇકલ લઈને આમોદ તાલુકા મથકે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જતાં આવતા હોય છે. પરંતુ વધારે પાણી ભરાઈ જતા છકડો-રીક્ષા પણ બંધ થઈ જાય છે. જેથી લોકોએ પાણીમાં પગપાળા જ આમોદ આવવું પડે છે. તેમજ કાંકરિયા ગામ પાસે આવેલી આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ તેમજ શિક્ષકોને પણ મુશ્કેલી પડી રહી છે, ત્યારે કાંકરિયા-પુરસા ગ્રામજનો વતી આમોદના મેલડીનગરમાં રહેતા ભાજપના રાજકીય આગેવાન અને આમોદ નગરપાલિકાના કારોબારી ચેરમેન બીજલ ભરવાડે સરકારમાં અનેક વખત રોડને ઉંચો કરવા માટે રજૂઆત કરી છે, ત્યારે ગ્રામજનોની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story