Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજથી એ.બી.સી.સર્કલ સુધીના માર્ગનું રૂ.4 કરોડના ખર્ચે થશે સમારકામ

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજથી એ.બી.સી.સર્કલ સુધીના માર્ગનું રૂ.4 કરોડના ખર્ચે થશે સમારકામ
X

ભરૂચ શહેરમાંથી પસાર થતાં જૂના નેશનલ હાઇવે નં. 8 પર શરૂ થનાર રીસરફેસીંગની કામગીરીનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિ યોજાય હતી.

ભરૂચ શહેરના જૂના નેશનલ હાઇવે નં. 8 પર રીસરફેસીંગની કામગીરી માટે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગની વર્ષ 2020-21 ગ્રાન્ટમાંથી વહીવટી મંજૂરીની રકમ પૈકી રૂપિયા 400 લાખ ફાળવવામાં આવ્યા છે, ત્યારે શુક્રવાર તા. 15 ઓક્ટોબરના રોજ આ કામની ખાતમુહૂર્ત વિધિ યોજાય હતી.

ભરૂચ શહેરનો જૂનો નેશનલ હાઇવે નં. 8 એટલે કે, ABC સર્કલથી નર્મદા મૈયા બ્રિજ, ભરૂચ તરફના એપ્રોચ રોડ સુધી ડામર સપાટી ધરાવતો 6 માર્ગીય હાઇવે છે. આ માર્ગ ભરૂચ અને અંકલેશ્વર સિટીને જોડતો ધરોહર સમાન મુખ્ય માર્ગ છે, ત્યારે આ માર્ગના રીસરફેસીંગની કામગીરીનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, ભોલાવ, નાંદેલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતોના સરપંચ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story