/connect-gujarat/media/post_banners/5158bf4b4e25eadda2f6ebca90b31eea1451de5abf80b1db7577be45efbfc6bb.jpg)
ભરૂચ જિલ્લાના ગાયત્રી પરિવારની બહેનોએ સબ જેલના કેદીઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચ સબ જેલના કેદીઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનએ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. જેમાં બહેન ભાઈને રાખડી બાંધી ભાઈની લાંબી ઉંમર તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે, અને ભાઈ તેની રક્ષા કરવાની જિમ્મેદારી લે છે. ગાયત્રી પરિવારની બહેનોએ સબજેલમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન પૂર્વે ભરૂચની સબ જેલમાં કેદી ભાઈઓ, અધિકારીઓ તથા સ્ટાફના ભાઈઓને ગાયત્રી પરિવારની બહેનો દ્વારા રક્ષા સૂત્ર બાંધવામાં આવી. મીઠાઈ ખવડાવીને ગાયત્રી પરિવારની બહેનોએ સજા કાપતા કેદી ભાઈઓની સ્વાસ્થ્ય, અપરાધિક પ્રવૃત્તિઓ છોડી સારા ઉત્કૃષ્ટ નાગરિક બની સમાજના પ્રવાહમાં મળી શકે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ગાયત્રી પરિવારના લતાબેન ટેલર, જેલ ઈન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ સંજય સભાળ, સહિત અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.