ભરૂચ: એસટી વિભાગના કર્મચારીઓએ કચેરી ખાતે કાળી પટ્ટી પહેરીને વિરોધ દર્શાવ્યો

ભરૂચ એસટી વિભાગના કર્મચારીઓએ ડીવીઝન કચેરી ખાતે કાળી પટ્ટી પહેરીને કામગીરી કરી સૂત્રોચ્ચાર અને પ્રદર્શન કરીને વિભાગીય નિયામકને આવેદનપત્ર આપ્યું હતું.

New Update

ભરૂચ એસટી વિભાગના કર્મચારીઓએ ડીવીઝન કચેરી ખાતે કાળી પટ્ટી પહેરીને કામગીરી કરી સૂત્રોચ્ચાર અને પ્રદર્શન કરીને વિભાગીય નિયામકને આવેદનપત્ર આપ્યું હતું.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એસટી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે અનેક વખત વિભાગ અને સરકારમાં રજૂઆતો કરવા છતાંય કોઈ નિરાકરણ નહિ આવતા પુનઃ એક વખત એસટી કર્મચારીઓએ આંદોલનના માર્ગે વળ્યાં છે.જેમાં 4 ટકા મોંઘવારી ભથ્થુ, ફીકસ પગારના કર્મચારીઓને 19950 નો લાભ આપવા, એરીયર્સની રકમ 3 ને બદલે 1 હપ્તામાં આપવા, 2022 નું બોનસ, સહિત કુલ 19 પડતર માંગણીઓ અંગે આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર થઇ રહ્યો છે.આ અંગે યુનિયન તરફથી મળેલી સૂચનાઓ મુજબ 23મી ઓક્ટોબરથી 2 જી નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ ડીવીઝન કચેરી ખાતે કામ કરતા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિભાગીય નિયામકને આવેદનપત્ર આપ્યું હતું.વધુમાં જો સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય નહિ લેવામાં આવે તો સમગ્ર રાજ્યમાં 2 જી નવેમ્બરથી અચોક્ક્સ મુદ્દતની હડતાળ પર ઉતરી વિરોધ કરશે.

Latest Stories