Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગના રેલ્વે દબાણ અસરગ્રસ્તોએ કલેક્ટર કચેરી પરિસરમાં કાઢી ગરીબીની "નનામી"

નેત્રંગમાં રેલ્વે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરાતા ઘરવિહોણા થયેલા પરિવારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગરીબીની નનામી કાઢી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું.

X

ભરૂચ જિલ્લાના નેત્રંગમાં રેલ્વે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરાતા ઘરવિહોણા થયેલા પરિવારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગરીબીની નનામી કાઢી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગત તા. 30 માર્ચના રોજ નેત્રંગ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રેલ્વેની જમીન (જગ્યા) ઉપર મુખ્ય બજારમાં વર્ષોથી બનેલા 350 જેટલા મકાન અને દુકાન ઉપર રેલ્વે તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. જેના કારણે અસરગ્રસ્તોની હાલત કફોડી બનતા 300 જેટલા પરીવારો હાલ તપતી ગરમીમાં ઘરવિહોણા થઈ ગયા છે. રેલ્વે તંત્રની ડીમોલેશનની કાર્યવાહી બાદ સ્થાનિકોએ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી હતી. પરંતુ હજુ સુધી અસરગ્રસ્તોને તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં આવી નથી. જેના પગલે બેઘર થયેલા પરિવારોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો છે, ત્યારે નિરાધાર બનેલા લોકોએ ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીના પરિસરમાં ગરીબીની નનામી કાઢી હતી, જ્યાં ઉગ્ર સ્ત્રોચ્ચાર કરી ભરૂચ કલેક્ટર કચેરીને ગજવી મુકી હતી. આ સાથે જ અસરગ્રસ્તોએ તંત્ર સામે છાજીયા લઈ ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતું આવેદનપત્ર આપ્યું હતું.

Next Story