ભરૂચ : જંબુસરના ઉચ્છદ ગામે 11 ફૂટ લાંબા અજગરનું રેસક્યું કરી પાંજરે પુરાયો

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં ઉચ્છદથી ગજેરા દાંડી માર્ગ ઉપરથી ઉચ્છદ ગામની સીમમાં અજગર દેખાયો હતો.

New Update

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં ઉચ્છદથી ગજેરા દાંડી માર્ગ ઉપરથી ઉચ્છદ ગામની સીમમાં અજગર દેખાયો હતો.જેની જાણ જંબુસર જંગલખાતાને થતા આર એફ ઓ એમ ડી આહીરની સુચના અને માર્ગદર્શન હેઠળ વન સંરક્ષક અનિલભાઈ પઢિયાર વનપાલ સારોદ કે કે સિંધા સહિત ફોરેસ્ટ સ્ટાફ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચ્યા હતા .જ્યાંથી ભારે જહેમત બાદ ૧૧ ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો ઝડપાયેલ અજગરને જંબુસર રેન્જ ઓફિસ ખાતે લાવ્યા હતા અજગર પકડાયો હોય જેની જાણ થતાં અજગરને જોવા લોકટોળા ઉમટી પડયા હતા બાદ જંબુસર રેન્જ ઓફિસ દ્વારા અજગરને કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં છોડવામાં આવ્યો હતો..