Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના પડવાણીયા-રાજપારડીને જોડતા સ્ટેટ હાઈવે પર ભારે વાહનોને બંધ કરવા ગ્રામજનોની ઉગ્ર માંગ

આ સ્ટેટ હાઈવે છેલ્લા 15 વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોઇપણ જાતની કામગીરી આ રસ્તા પર કરવામાં આવી નથી.

ભરૂચ : ઝઘડીયાના પડવાણીયા-રાજપારડીને જોડતા સ્ટેટ હાઈવે પર ભારે વાહનોને બંધ કરવા ગ્રામજનોની ઉગ્ર માંગ
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પડવાણીયાથી રાજપારડીને જોડતો માર્ગ ભારે વરસાદના કારણે તદ્દન બિસ્માર બન્યો છે, ત્યારે આસપાસના ગ્રામજનોએ ઝઘડીયા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી માર્ગના સમારકામ અર્થે રજૂઆત કરી હતી.

આ માર્ગ રાજપારડીથી ધારોલી અને વાલીયા, નેત્રંગ તાલુકાને જોડતો સ્ટેટ હાઈવે છે. જેનો ઉપયોગ સ્થાનિક 15થી 20 પંચાયતોના આશરે 40થી 60 ગામના લોકો કરે છે. રાજપારડીથી નેત્રંગ અને વાલિયા, સુરત તરફ જતા મુસાફરો પણ આ રસ્તાનું ઉપયોગ કરે છે. જોકે, આ સ્ટેટ હાઈવે છેલ્લા 15 વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોઇપણ જાતની કામગીરી આ રસ્તા પર કરવામાં આવી નથી.

રોજ આ રસ્તેથી 40થી 60 ટન સુધીના ભારે ટ્રકો પસાર થાય છે, જેનાથી રસ્તો બિલકુલ ખખડધજ હાલતમા બન્યો છે. જેથી મોટા વાહનો બંધ કરવામાં આવે અને નાની ટ્રકો શરૂ કરવામાં આવે, સાથે જ આ રસ્તો નવો બનાવી આપવામાં આવે તેવી સ્થાનિક પંચાયતના સરપંચો, આગેવાનો તેમજ ગ્રામજનોએ માંગ કરી છે. આમલઝરના સરપંચ જીવિબેન વસાવાની આગેવાનીમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ આ મામલે ઝઘડીયા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી પોતાની માંગોને વહેલી તકે સંતોષવામાં આવે તેવી માંગ કરી હતી.

Next Story