રાજપારડીની અનેક સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા, લોકો ઘરોમાં ફસાયા

ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી નાળા છલકાયા છે

New Update

ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી નાળા છલકાયા છેતેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય ધોરીમાર્ગ પર બંધ થયો હતો, ઝઘડિયા તાલુકાના રાજપારડી નગર ની રાજેશ્વરી સોસાયટી અને જ્યોતિ નગર સોસાયટી સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા હતાં, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાજપારડીના ૧૫૦ જેટલા મકાનોમાં પાણી ફરી વળતા લોકો ઘરોમાં ફસાયા હતા, ઘરમાં ફસાયેલા લોકોની મદદ માટે રાજપારડી ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ અને તલાટી સહિત પંચાયતની ટીમ દોડી આવી લોકોની મદદ જોતરાયા હતા.

Advertisment