ભાવનગર : છ વર્ષ બાદ ભાવનગરનું ગૌરીશંકર તળાવ ઓવરફલો થશે

ભાવનગર શહેરને પીવાનું પાણી પુરુ પાડવા માટે 1872માં નિર્માણ કરવામાં આવેલું ગૌરીશંકર તળાવ છ વર્ષ બાદ ફરીથી ઓવરફલો થવાની અણીએ પહોંચી ગયું છે. ધોધમાર વરસાદના પગલે જળસપાટી 43 ફૂટની નજીક પહોંચી ચુકી છે. તળાવ ઓવરફલો થાય ત્યારે સંભવિત સ્થિતને પહોચી વળવા તંત્ર સજજ બન્યું છે.
ચોમાસાના અંતિમ ચરણમાં ઉપરવાસ વિસ્તારમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ગૌરીશંકર તળાવ અવરફ્લો સપાટીની નજીક પહોંચી ગયું છે. તળાવની સપાટી હાલ 42 ફૂટની આજુબાજુ પહોચી ગયેલ છે, જે 43 ફૂટ પાણીની આવક થાય તો તળાવ 2013 બાદ ઓવરફ્લો થશે. સવારથી જ લોકો તળાવને ઓવરફ્લો થતું જોવા આતૂર બન્યા હતા. મહા નગરપાલિકાના મેયર, મહાપાલિકાના અધિકારી-પદાધિકારીઓ અને નગર પાલિકાના વિપક્ષ નેતા નગરજનો બોર તળાવના નીરને વધાવા પહોંચી ગયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને બોરતળાવ ઓવરફ્લો થાય તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી લેવા મ્યુનિ. તંત્રએ સુચન કર્યું હતું.
ગૌરીશંકર તળાવને જોવા આવેલા લોકોની પાસેથી મળતી જાણકારી મુજબ 2013 બાદ આ ગૌરીશંકર તળાવ અવરફ્લો થવા જઈ રહ્યું છે તેમાં વિરોધ પક્ષના નેતા જયરાજસિંહનો ખુબજ મોટો ફાળો રહેલો છે જ્યારે જ્યારે ઉપરવાસમાં સારો વરસાદ વરસ્યો હોવાના ખબર મળે તરતજ તેઓ ભીકડા કેનાલની મુલાકાત લઇને આવી રહેલ પાણીના પ્રવાહને ગૌરીશંકર તળાવ બાજું વાળી દઇને ગૌરીશંકર તળાવ છલોછલ ભરાઈ તેવા પ્રયાસો કરતાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર ના રાજા સર કૃષ્ણકુમારસિંહજી એ પોતાના દિવાન ગૌરીશંકર ઓઝા ના નામ પરથી ઇ.સ. ૧૮૭૨માં ભાવનગર રાજયના પીવાના પાણીના હેતુને પહોચી વળવા માટે ગૌરીશંકર તળાવ બનાવવામાં આવેલું હતું.