Connect Gujarat
Featured

અંકલેશ્વર : 600 કિમીની નર્મદા પરિક્રમા કરવા નીકળેલ ભોપાલનો વૃદ્ધ અંકલેશ્વર આવી પહોંચ્યો

અંકલેશ્વર : 600 કિમીની નર્મદા પરિક્રમા કરવા નીકળેલ ભોપાલનો વૃદ્ધ અંકલેશ્વર આવી પહોંચ્યો
X

મધ્યપ્રદેશના ભોપાલ પાસે આવેલ નર્મદા પુરમ ખાતેના મુની વસિષ્ઠ નામના વયોવૃદ્ધ ખેતી તેમજ પોતાની દુકાન વ્યવસાય સાથે સંકળાયેલા છે. વયોવૃદ્ધ હોવા છતાં મુનિ વસિષ્ઠ 600 કિમીની નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે. ભોપાલથી નર્મદા પરિક્રમાનું કુલ અંદાજિત ૬૦૦ કિલોમીટર દંડવત પ્રણામ કરી ભોપાલથી નીકળ્યા હતા. જે પરિક્રમાવાસી આજે અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા. માં નર્મદાની પરિક્રમા પર નીકળેલા વસિષ્ઠ મુનિએ ભરૂચ જિલ્લાના લોકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે, માં નર્મદા નદી અતિ પવિત્ર નદી છે, જેનું પૌરાણિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે નર્મદા નદીમાં થતું પ્રદૂષણ માં નર્મદાને નુક્સાન પહોંચાડી રહ્યું છે, જેના કારણે માં નર્મદા નદી ને બચાવવા માટે લોકોને અપીલ કરી હતી. જેથી નદી પ્રદૂષિત થતા અટકી શકે, પરિક્રમા કરતા મુની વસિષ્ઠે કલ્યાણ દોલતપુર ખાતે ચતુર્માસ પણ કર્યા હતા. આ પરિક્રમા દંડવત પ્રણામને ચાર વર્ષ જેટલો સમયગાળો લાગશે તેમ જણાવ્યુ હતું. ઓમકારેશ્વરથી પદયાત્રા 3798 કિલોમીટર દંડવત પ્રણામ કરી ચાર વર્ષ જેટલો સમય પૂર્ણ કરશે.

Next Story