/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/3-82018-Raj-Rajeshwari-School-4.jpg)
વાપી ખાતે રાજ રાજેશ્વરી વિદ્યામંદિરના સંકુલ-૩નું રાજ્યનાં શિક્ષણ મંત્રીનાં હસ્તે લોકાર્પણ
ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે રાજ્ય સરકાર કટિબધ્ધત છે. તેમ વાપી ખાતે રાજ રાજેશ્વરી વિદ્યામંદિરના સંકુલ-૩ના લોકાર્પણ અવસરે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુંવ હતું. આ તબક્કે મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ જીવનની મહત્ત્વની બાબત છે. ભાવિ પેઢીના શિક્ષણની ચિંતા કરવીએ આપણી ફરજ છે. શાળા એ સરસ્વશતીનું મંદિર છે. તો શિક્ષકો તેના પૂજારી છે. ગુણવત્તાયુક્તા શિક્ષણ હોય તો જ શૈક્ષણિક સંસ્થાસઓ પ્રગતિ સાધી શકશે. રાજ્ય સરકારે પણ મેરીટ આધારિત શિક્ષકોની ભરતી કરીને બાળકોના શિક્ષણની ચિંતા કરી છે.
તત્કાધલિન મુખ્યામંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્રર મોદીએ શાળા પ્રવશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સયવ થકી શિક્ષણનું સ્ત ર ઊંચુ લઇ જવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. જેના થકી રાજ્યોમાં સો ટકા નામાંકન થયું છે. અને ડ્રોપઆઉટ રેશિયો ૩ ટકા સુધી પહોંચ્યો છે. બાળકોમાં શિક્ષણની જવાબદારી શિક્ષકોની છે. જ્યાપરે આખી શાળાની જવાબદારી આચાર્યની છે. દરેક શાળાઓ શિક્ષણની હકારાત્મક હરીફાઇ કરે તો શાળાઓમાં રેન્કિંગનું સ્તર વધશે. લોકભાગીદારી થકી શિક્ષણમાં સુધારો આવ્યો છે.
શિક્ષણમાં નબળા એવા પ્રિય વિદ્યાર્થીઓ માટે મિશનવિદ્યા કાર્યક્રમ થકી દરેક બાળકોને શિક્ષણની સમાન તક મળે તેવા પ્રયાસો રાજ્યહ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યાથ હોવાનું મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું. સામાજિક અગ્રણી ગફુર બિલખીયાએ સંસ્થાાની કામગીરીને બિરદાવી ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેવી શુભકામના પાઠવી હતી. આ અવસરે ગામોમાં સ્વચ્છ અને સુમેળતા સાથે વિશેષ કામગીરી કરનારા સરપંચોનું શિક્ષણ મંત્રીના હસ્તેવ સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્યોગ કનુભાઇ દેસાઇ, ભરત પટેલ, અરવિંદ પટેલ, શાળા પરિવાર અને સંસ્થાવના સંચાલકો સહિત વાલીઓ, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.