Connect Gujarat
ગુજરાત

ડાંગ : ગિરિમથક સાપુતારા ખાતે "મેઘમલ્હાર" પર્વનો પ્રારંભ કરાશે, પર્યટકોને માણવા મળશે સાંસ્કૃતિક કાર્યક્રમો

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આજથી, એટલે કે તા. ૩૦મી જુલાઈથી એક માસ માટે મેઘમલ્હાર પર્વ (મોન્સૂન ફેસ્ટિવલ)નો પ્રારંભ કરાશે.

ડાંગ : ગિરિમથક સાપુતારા ખાતે મેઘમલ્હાર પર્વનો પ્રારંભ કરાશે, પર્યટકોને માણવા મળશે સાંસ્કૃતિક કાર્યક્રમો
X

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આજથી, એટલે કે તા. ૩૦મી જુલાઈથી એક માસ માટે મેઘમલ્હાર પર્વ (મોન્સૂન ફેસ્ટિવલ)નો પ્રારંભ કરાશે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૩૦/૭/૨૦૨૨ના રોજ સવારે ૯ કલાકે, બોટિંગ હાઉસના પટાંગણમા આયોજિત મેઘમલ્હાર પર્વ (મોન્સૂન ફેસ્ટિવલ)ના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના પ્રવાસન, યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડયન, માર્ગ મકાન, અને વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી, આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી-વ ડાંગના પ્રભારી મંત્રી નરેશ પટેલ, પ્રવાસન, યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડયન, અને વાહન વ્યવહાર રાજયમંત્રી અરવિંદ રૈયાણી ઉપસ્થિત રહેશે.ડાંગ : ગિરિમથક સાપુતારા ખાતે "મેઘમલ્હાર" પર્વનો પ્રારંભ કરાશે, પર્યટકોને માણવા મળશે સાંસ્કૃતિક કાર્યક્રમો

આ વેળા મુખ્ય અતિથિ તરીકે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિત, સાંસદ ડો. કે.સી.પટેલ, ધારાસભ્ય વિજયભા પટેલ પણ ઉપસ્થિત રહેશે, જ્યારે પ્રવાસન, દેવસ્થાન, યાત્રાધામ, નાગરિક ઉડયન, અને ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ હારીત શુક્લ, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના કમિશનર-વ-મેનેજિંગ ડિરેકટર આલોકકુમાર પાંડે અને ડાંગ કલેકટર ભાવિન પંડયા વિશેષ હાજરી આપશે. મેઘમલ્હાર પર્વ-૨૦૨૨ના પ્રારંભ સાથે સાપુતારા ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરાયેલા અંદાજીત રૂ. ૨૪.૫૮ કરોડના વિવિધ પ્રકલ્પોનું પણ પ્રજાર્પણ કરાશે. તે પૂર્વે રંગારંગ ઉદ્ઘાટન પરેડ પણ યોજાશે. આજે મહાનુભાવો જે પ્રકલ્પ પ્રજાર્પણ કરશે તેમા મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર, એડ્વેંચર પાર્ક, બોટિંગ, જેટ્ટી એરિયા ડેવલપમેન્ટ અને ફ્લોટિંગ જેટ્ટી હયાત લેકની ફરતે કેનોપીઝ, મોલ રોડના વિકાસની કામગીરી, મહાદેવ મંદિર પાસે પાર્કિંગ, માઇનોર બ્રીજ્સ, દુકાનો, ટીસીજીએલ શોપ્સનું રિનોવેશન વિગેરેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસામા નવપલ્લવિત થઈ ઉઠતી ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકોને મેઘમલ્હાર પર્વ દરમિયાન સાપુતારાના મુખ્ય ડોમ ખાતે શનિ, રવિની રજાઓ સહિત જાહેર રજાઓના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળશે. તો તા. ૧૯/૮/૨૦૨૨ને જન્માષ્ટમી પર્વે દહીં હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ, તથા નેચર ટ્રેઝર હન્ટ ના વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ છે. આ ઉપરાંત સમગ્ર પર્વ દરમિયાન આર્ટ ગેલેરી વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટટિંગ, વારલી પેઇન્ટિંગ, યોગા ક્લાસીસ, કવીઝ કોન્ટેસ્ટ, સેમિનાર, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, ફોટોગ્રાફી કોમ્પિટિશન, વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક પ્રવૃત્તિઓ વિગેરેમા પણ પર્યટકોને ભાગ લેવાનો મોકો મળે તેવું આયોજન કરાયું છે.

Next Story