Connect Gujarat
બિઝનેસ

મુકેશ અંબાણીએ પરિવાર સાથે ઉજવ્યો સ્વતંત્રતા દિવસ, પૌત્રે પણ લહેરાવ્યો તિરંગો

આજે સમગ્ર દેશ 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. રાજધાની દિલ્હીના લાલ કિલ્લાથી લઈને છેવાડાના ગામડાઓ સુધી લોકો તિરંગો લહેરાવીને આઝાદીની ઉજવણી કરી રહ્યા છે.

મુકેશ અંબાણીએ પરિવાર સાથે ઉજવ્યો સ્વતંત્રતા દિવસ, પૌત્રે પણ લહેરાવ્યો તિરંગો
X

આજે સમગ્ર દેશ 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. રાજધાની દિલ્હીના લાલ કિલ્લાથી લઈને છેવાડાના ગામડાઓ સુધી લોકો તિરંગો લહેરાવીને આઝાદીની ઉજવણી કરી રહ્યા છે. આઝાદીની આ ઉજવણીથી વેપારી જગત પણ અછૂત નથી. દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ સોમવારે પરિવાર સાથે આઝાદીનો તહેવાર મનાવતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે અંબાણી પરિવારના સૌથી નાના સભ્ય મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીના હાથમાં પણ ત્રિરંગો જોવા મળ્યો હતો.

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની યાદમાં છેલ્લા એક વર્ષથી 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર સમગ્ર દેશને સામેલ કરવા માટે 'હર ઘર તિરંગા' અભિયાનની હાકલ કરી હતી. વડાપ્રધાન મોદીની આ અપીલની અસર મોટા પાયે જોવા મળી હતી. મુકેશ અંબાણીનો પરિવાર પણ આ અભિયાનથી દૂર રહી શક્યો નથી. આ પ્રસંગે અંબાણી પરિવારનું ઘર એન્ટિલિયા તિરંગાના રંગોથી ઝગમગી ઉઠ્યું હતું. એન્ટિલિયાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.


કહેવામાં આવી રહ્યું છે કે માત્ર અંબાણી પરિવારના ઘરને જ તિરંગાના રંગમાં સજાવવામાં આવ્યું નથી, પરંતુ એન્ટિલિયાની આસપાસના કેટલાક કિલોમીટર સુધીના રસ્તાઓ બંને બાજુથી ત્રિરંગાની રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. એન્ટિલિયાના આ શણગારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવવા લાગ્યા. અંબાણી પરિવારે શણગાર જોવા આવતા લોકો માટે ઠંડા પીણા અને ચોકલેટ વગેરેની પણ વ્યવસ્થા કરી હતી. અંબાણી પરિવારના ઘરની આ સજાવટ જોઈને લોકો ત્યાં રોકાઈ ગયા અને સેલ્ફી લેવા લાગ્યા. કહેવામાં આવી રહ્યું છે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે અંબાણી પરિવારના ઘરને રાતોરાત સજાવવામાં આવ્યું છે.

Next Story