Connect Gujarat
બિઝનેસ

શેર બજાર લાલ નિશાન સાથે ખુલ્યું, રોકાણકારોમાં ચિંતા.!

ગઈ કાલે મસમોટા કડાકા સાથે બંધ થયેલું બજાર આજે પણ લાલ નિશાન સાથે ખૂલતાં રોકાણકારોમાં ચિંતાનું કારણ બની ગયુ છે.

શેર બજાર લાલ નિશાન સાથે ખુલ્યું, રોકાણકારોમાં ચિંતા.!
X

ગઈ કાલે મસમોટા કડાકા સાથે બંધ થયેલું બજાર આજે પણ લાલ નિશાન સાથે ખૂલતાં રોકાણકારોમાં ચિંતાનું કારણ બની ગયુ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 361.86 પોઈન્ટના ઘટાડા સાથે 58412.01પોઈન્ટના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 114.70 અંકના ઘટાડા સાથે 17376 ના સ્તરે ખુલ્યો હતો

અમેરિકન બજારમાં સતત દબાણોના પગલે અને વેચવાલીની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં લાલ નિશાન સાથે ખુલ્યા. પ્રી ઓપન સેશન દરમિયાન જ સેન્સેક્સના 30માંથી 29 શેર લાલ નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. સૌથી વધુ કડાકો ઇન્ફોસિસના શેરમાં જોવા મળ્યો. હાલ જો કે બજારમાં સ્થિતિ સુધરતી જોવા મળી રહી છે. સવારે સેન્સેક્સ 69.65 પોઈન્ટના વધારા સાથે 58843.52ના સ્તરે અને નિફ્ટી 35.30 પોઈન્ટના વધારા સાથે 17526ના સ્તરે જોવા મળી રહ્યો છે બજાર ખુલતા જ નિફ્ટીના ટોપ ગેઈનર્સમાં આઈશર મોટર્સ, બજાજ ફિનસર્વ, M&M, અદાણી પોર્ટ્સ, ગ્રાસિમ, હિન્દાલ્કો ના શેર જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં M&M, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટિલ, સન ફાર્મા, લાર્સન શેર જોવા મળ્યા છે.

Next Story