Connect Gujarat
બિઝનેસ

1 એપ્રિલથી PF ખાતા પર લાગશે ટેક્સ, વાંચો શું છે નવો નિયમ

નોકરિયાતો માટે એક મહત્વની ખબર આવી રહી છે. હવે પીએફ અકાઉન્ટમાં વધારે પૈસા રાખવા મોંઘા પડશે.

1 એપ્રિલથી PF ખાતા પર લાગશે ટેક્સ, વાંચો શું છે નવો નિયમ
X

નોકરિયાતો માટે એક મહત્વની ખબર આવી રહી છે. હવે પીએફ અકાઉન્ટમાં વધારે પૈસા રાખવા મોંઘા પડશે. ઈનકમ ટેક્સ વિભાગ ખાતામાં જરૂરિયાત કરતા વધારે રકમ પર ટેક્સ વસૂલવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં પ્રાઈવેટ નોકરી કરતા પીએફ ખાતાામં 2.5 લાખ સુધીના ટેક્સ ફ્રી યોગદાનનું કૈપ લગાવ્યું હતું. ત્યાર બાદ સરકારી કર્મ્ચારી પર જનરલ પ્રોવિડેંટ ફંડમાં ટેક્સ ફ્રીની મર્યાદા લાગૂ કરી દેવામાં આવશે. આ મર્યાદા પાંચ લાખ રુપિયા વાર્ષિક છે.

આ કાપ 1 એપ્રિલ 2022થી શરૂ થઈ જશે. નવા આદેશ મુજબ પાંચ લાખ રૂપિયાથી ઉપર જીપીએફ કપાવતા સરકારી કર્મચારીઓના વ્યાજ પર ટેક્સ લાગશે. સરકારે ઈન્કમ ટેક્સ 25 સંશોધન નિયમ 2021 લાગૂ કરી દીધો છે. તેનાથી જીપીએફમાં વધારે ટ્ક્સ મફત યોગદાનની મર્યાદા પાંચ લાખ લાગૂ થઈ ગઈ છે. જો તેના પર કર્મચારીએ કાપ મુકાવ્યો હતો, વ્યાજ ઈન્કમ માનવામાં આવશે. સરકારે બજેટ 2021માં ટેક્સ ફ્રી વ્યાજ ઈન્કમનો ફાયદો ઉઠાવતા ટેક્સ ફ્રી વાર્ષિક પીએફ યોગદાનને 2.5 લાખ રૂપિયા સુધી મર્યાદિત કરી દીધું હતું. પણ બાદમાં મર્યાદા વધારીને તેને પાંચ લાખ કરી દેવામાં આવી છે. આ મર્યાદા એ કર્મચારીઓ માટે હતી, જેમને નિયોક્તા યોગદાન નથી કરતા. તેનાથી સરકારી કર્મચારીઓને લાભ મળ્યો.

Next Story