Connect Gujarat
બિઝનેસ

આલ્ફાબેટ અને ગૂગલના CEO સુંદર પિચાઈએ ક્રિપ્ટોકરન્સી અંગે કહી આ વાત, જાણો શું છે તેમનો પ્લાન.!

બ્લૂમબર્ગ ટીવી સાથે વાતચીત દરમિયાન સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, "મારી પાસે કોઈ જ ક્રિપ્ટો કરન્સી નથી. મારી ઈચ્છા હતી કે આ કરન્સી મારી પાસે હોય."

આલ્ફાબેટ અને ગૂગલના CEO સુંદર પિચાઈએ ક્રિપ્ટોકરન્સી અંગે કહી આ વાત, જાણો શું છે તેમનો પ્લાન.!
X

આજકાલ ક્રિપ્ટોકરન્સીની ખૂબ ચર્ચા છે. ભારત સરકાર ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે સંસદમાં બિલ લાવશે તેવા અહેવાલ બાદ તેની ખૂબ ચર્ચા જાગી છે. ક્રિપ્ટોકરન્સીની ચર્ચા દુનિયાના દિગ્ગજો પણ આ મામલે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. તાજેતરમાં આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આ મામલે એક નિવેદન આપ્યું હતું. બ્લૂમબર્ગ ટીવી સાથે વાતચીત દરમિયાન સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, "મારી પાસે કોઈ જ ક્રિપ્ટો કરન્સી નથી. મારી ઈચ્છા હતી કે આ કરન્સી મારી પાસે હોય."

ઇન્ટરવ્યૂ દરમિયાન સુંદર પિચાઈએ એવું જણાવ્યું હતું કે તેનો 11 વર્ષનો દીકરો ક્રિપ્ટોકરન્સી Ethereumનું માઇનિંગ કરી રહ્યો છે. સુંદર પિચાઈએ કહ્યું કે, "ગત અઠવડિયે હું મારા પુત્ર સાથે ડિનર લઈ રહ્યો હતો. જ્યાં હું મારા પુત્ર સાથે બિટકોઈન અંગે કંઈક વાતચીત કરી રહ્યો હતો. આ સમયે મારા પુત્રએ સ્પષ્ટતા કરી હતી કે હું Ethereum અંગે વાતચીત કરી રહ્યો હતો. જે બિટકોઈનથી થોડી અલગ છે. તેણે મને એવું પણ કહ્યું કે તે Ethereumનું માઇનિંગ પણ કરે છે."

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એપલના CEO ટીમ કૂકે પણ જણાવ્યું હતું કે તેઓ ક્રિપ્ટો રોકાણકાર છે અને ડિજિટલ કોઈન્સ ધરાવે છે. આ પ્રસંગે ટીમ કૂકે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે એપલ પે મારફતે ક્રિપ્ટોકરન્સીનો સ્વીકાર કરવાનો કોઈ વિચાર નથી. તેમણે કહ્યું કે એપલ ક્રિપ્ટો અંગે વિચાર કરી રહી છે, પરંતુ એપલ પેમાં આવી કોઈ સુવિધા લાવવાનો કોઈ વિચાર નથી.

26 નવેમ્બરના રોજ શરૂ થઈ રહેલા સંસદના શિયાળું સત્રમાં કેન્દ્ર સરકાર 26 નવા બિલ લાવશે, જેમા ત્રણ વટહુકમ પણ સામેલ છે. મંગળવારે સાંજે શિયાળું સત્ર માટે જાહેર એજન્ડામાં આ વાતનો ઉલ્લેખ છે. આ તમામ બિલ વચ્ચે લોકોની નજર એક બિલ પર ટકી છે. આ બિલ ક્રિપ્ટોકરન્સી બિલ છે. લોકો એવો કયાસ લગાવી રહી છે કે શું મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દેશે કે પછી અમુક શરતો સાથે તેને ચાલુ રાખશે? ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા બિલનું નામ 'ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021' છે.

આ સમયે દુનિયામાં સાત હજારથી વધારે અલગ અલગ પ્રકારના Crypto Coins ચલણમાં છે. આ એક પ્રકારના ડિજિટલ સિક્કા છે. વર્ષ 2013 સુધી દુનિયામાં ફક્ત એક જ ક્રિપ્ટોકરન્સી BitCoin હતી. બિટકોઈન કરન્સી 2009માં લૉંચ કરવામાં આવી હતી. બિટકોઈન આજે ભારત સહિત આખા વિશ્વમાં લોકપ્રીય છે.

સંસદના શિયાળું સત્ર દરમિયાન ભારતીય રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવનાર ડિજિટલ કરન્સી પર પણ ચર્ચા કરવામાં આવશે. સમિતિની બેઠકના થોડા દિવસ પહેલા PM મોદીએ અલગ અલગ મંત્રાલયો અને રિઝર્વ બેંકના વરિષ્ઠ અધિકારીઓ સાથે ક્રિપ્ટોકરન્સી મુદ્દે ચર્ચા કરી હતી.

Next Story
Share it