Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર: રામી ડેમ ઓવરફલો થતાં તંત્ર દ્વારા ૮ ગામોને કરાયા એલર્ટ

છોટાઉદેપુર: રામી ડેમ ઓવરફલો થતાં તંત્ર દ્વારા ૮ ગામોને કરાયા એલર્ટ
X

સારા વરસાદને લઈ છોટાઉદેપુર જિલ્લાના બે મુખ્ય જળાશયો પૈકીનો એક એવો રામી ડેમ ઓવરફલો થયો છે, ડેમ ઓવરફલો થતાં તંત્ર દ્વારા નીચાણવાળા આંઠ ગામોને એલર્ટ કરાયા છે.

છેલ્લા કેટલાય દિવસોથી છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈ પાણીની અછત અનુભવતા એવા કવાંટ તાલુકાનો રામી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણી મહત્તમ સપાટી 196.35 મીટરને પાર કરી નીચાણવાળા વિસ્તારમાં વહી રહ્યું છે, જોકે તંત્ર તરફથી બે દિવસ પૂર્વેથીજ નીચાણવાળા એવા ઝાલાવાટ, ખાંડીબારા,મોટી સાંકળ, વીજળી દેવત, ચિલીયાવાંટ, ડેરી અને વાંટા ગામોને એલર્ટ કરી દેવાયા હતા, અને આજે જ્યારે ડેમ ઓવરફલો થતાં નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓ ઍ ડેમની મુલાકાત લીધી અને લોકોને સચેત કર્યા છે.

પ્રકૃતિની કૂખમાં આવેલ રામી ડેમ છલકાતા મનોરમ્ય દ્રશ્યો જોવા મળ્યા, 510 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતા અને 24.69કિલોમીટર નો સ્ત્રાવ વિસ્તાર ધરાવતા દેશી પધ્ધતિ થી બનેલ આ ડેમ દ્વારા 1324 હેક્ટર વિસ્તારમાં પિયત માટે પાણી પહોંચે છે, તો ડેમ છલકાતા પિયતનું પાણી મળી રહેવાની આશા સાથે પંથકના લોકોના ચહેરા ઉપર ખુશી છલકાઈ છે.

Next Story