રામનવમી પર બની રહ્યો છે 700 વર્ષ બાદ ત્રેતાયુગ જેવો શુભ સંયોગ, જાણો પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય

જ્યોતિષીઓ અનુસાર લગભગ 700 વર્ષ પછી રામ નવમી પર સર્વાર્થ સિદ્ધિ, બુધાદિત્ય, મહાલક્ષ્મી, સિદ્ધિ, કેદાર, ગજકેસરી, રવિયોગ, સતકીર્તિ અને હંસ નામના રાજયોગ બની રહ્યા છે.

New Update

જ્યોતિષીઓ અનુસાર લગભગ 700 વર્ષ પછી રામ નવમી પર સર્વાર્થ સિદ્ધિ, બુધાદિત્ય, મહાલક્ષ્મી, સિદ્ધિ, કેદાર, ગજકેસરી, રવિયોગ, સતકીર્તિ અને હંસ નામના રાજયોગ બની રહ્યા છે.

Advertisment

રામ નવમીનો પવિત્ર તહેવાર આજના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. એવામાં ખાસ વાત એ છે કે આ વર્ષે રામ નવમી પર ત્રેતાયુગ જેવા શુભ સંયોગો અને નક્ષત્રો છે. એટલે કે રામનવમી પર પૂજાના ગુરુ પુષ્ય યોગ સહિત નવ ઉત્તમ યોગો રચાઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ યોગો શુભ કાર્યો, પૂજા અને ખરીદી માટે પણ શુભ માનવામાં આવે છે અને જ્યોતિષીઓ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ અને પુનર્વસુ નક્ષત્રના રોજ થયો હતો. એટલે આવો જ સંયોગ આ વર્ષે 2023માં પણ બન્યો છે.

જણાવી દઈએ કે રામ નવમીની પૂજાનો શુભ મુહૂર્ત સવારે 11.35 વાગ્યાથી શરૂ થશે, જે બપોરે 1 વાગ્યા સુધી ચાલશે.આ પછી પૂજાનો બીજો શુભ સમય બપોરે 01:30 થી શરૂ થશે અને બપોરે 3:30 સુધી રહેશે. 

Advertisment