Connect Gujarat
ધર્મ દર્શન 

અમદાવાદ: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષના નિવેદન બાદ કોંગ્રેસમાં ચરુ ઉકળ્યો,વાંચો શું આપ્યું હતું નિવેદન

કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કદિર પીરજાદા 2 દિવસ અગાઉ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 11 ટકા માટે હાર્દિક-નરેશ પટેલ પાછળ કોંગ્રેસ પડી અને લઘુમતીને ભૂલી જાય છે.

અમદાવાદ: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષના નિવેદન બાદ કોંગ્રેસમાં ચરુ ઉકળ્યો,વાંચો શું આપ્યું હતું નિવેદન
X

કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કદિર પીરજાદા 2 દિવસ અગાઉ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 11 ટકા માટે હાર્દિક-નરેશ પટેલ પાછળ કોંગ્રેસ પડી અને લઘુમતીને ભૂલી જાય છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા સામેથી આવ્યા હતા તેવું નિવેદન આપ્યું હતું. જેને લઇને વિવાદ વકર્યો છે.PAAS નેતા દિનેશ બાંભણિયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ વિરોધ નોંધાવ્યો છે. હવે કદીર પીરઝાદા આ નિવેદન સામે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખ્યો.જેમાં રજૂઆત કરતા જણાવ્યું કે કદીર પીરઝાદા આવા નિવેદનથી પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે.

તેમના નિવેદનને લઇ પાટીદાર સમાજમાં રોષ છે. સાથે જ કદીર પીરઝાદા ભવિષ્યમાં આવા બેજવાબદારી વાળા નિવેદન ભવિષ્યમાં ન કરે તે અંગે માંગ કરવામાં આવી. તેમજ પત્ર લખીને સમગ્ર બાબતનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો ગઈકાલે PAAS નેતા દિનેશ બાંભણિયા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ને પત્ર લખીને કદિર પીરજાદા માંફી માગે તેવી માગ કરી હતી. બાંભણિયાએ કહ્યું કે જો પીરજાદા માફી નહીં માંગે તો કોંગ્રેસનો વિરોધ કરીશું. પીરજાદા કદિર ભાઇએ નરેશ પટેલને લઇને જે નિવેદન કર્યું છે તેને લઇને પાટીદાર સમાજમાં ખુબ જ દુઃખ અને આક્રોશની લાગણી ઉભી થઇ છે. ત્યારે, કોંગ્રેસ પ્રમુખ ને વિનંતી કરું છું કે, જવાબદાર હોવાના નાતે કોઈ પણ સમાજ વિશે આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી. તો આજને આજ માફી માંગવામાં આવે અને કોંગ્રેસ પક્ષ પોતાનો ખુલાસો કરે, વિનંતીની સાથે ચેતવણી પણ આપીએ છીએ. જો ટુંક સમયમાં માફી નહીં માગવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ હોદ્દેદારો અને વિરોધ કરીશું.

Next Story