Connect Gujarat
ધર્મ દર્શન 

અમદાવાદ : જાસપુરમાં 20મીએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું ભુમિપુજન કરાશે

વિશ્વનું સૌથી ઉંચા ઉમિયા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ જશે. અમદાવાદના જાસપુરમાં ઉમિયા માતાજીનું વિશાળ મંદિર આકાર લેવા જઇ રહયું છે.

અમદાવાદ : જાસપુરમાં 20મીએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું ભુમિપુજન કરાશે
X

અમદાવાદના જાસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે 22 નવેમ્બરે મહાયજ્ઞનું આયોજન કરાયું છે.યજ્ઞના બીજા દિવસથી વિશ્વનું સૌથી ઉંચા ઉમિયા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ જશે. અમદાવાદના જાસપુરમાં ઉમિયા માતાજીનું વિશાળ મંદિર આકાર લેવા જઇ રહયું છે. આગામી 20 તારીખે મહા ભૂમિપૂજનમાં રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ, નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા હાજર રહશે. 74 હજાર વાર ચોરસ મીટર જમીનમાં 1500 કરોડના ખર્ચે પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે.સંતો મહંતો, રાજસ્વી મહેમાનો, દાતા શ્રેષ્ઠીઓ, સમાજ શ્રેષ્ઠીઓ વગેરેની ઉપસ્થિતિમાં ધામધુમથી ભવ્યાતિભવ્ય રીતે ભૂમિપૂજન થશે. આ કાર્યક્રમ અમદાવાદના આંગણે સૌ પ્રથમવાર મા ઉમિયાનો સૌથી મોટો ધાર્મિકોત્સવ બનશે. ગુરુકુળથી જાસપુર સુધી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવશે. સાથે જ વ્યસનમુક્તિ, કોરોના જાગૃર્તી, બેટી બચાવો અભિયાન માટે બાઈક રેલીનું આયોજન કરાયું છે. મહાઆરતીમાં 31 હજાર દીવડાઓથી મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવશે. 51 ફુટની ઉંચાઇએ ઉમિયા માતાજીની પ્રતિમાનું સ્થાપન કરાશે. આગામી 20 તારીખે અમદાવાદમાં ફરી પાટીદાર પાવર દેખાશે. 22મી તારીખથી મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરી દેવાશે.

Next Story