Connect Gujarat
ગુજરાત

ડીઝલના ભાવ વધારા સામે ભરૂચ અંકલેશ્વર ટ્રાન્સપોર્ટ એસોસીએશને દર્શાવી નારાજગી

ડીઝલના ભાવ વધારા સામે ભરૂચ અંકલેશ્વર ટ્રાન્સપોર્ટ એસોસીએશને દર્શાવી નારાજગી
X

ડીઝલના ભાવ નિયંત્રણ નહિ કરાય તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગશે તેવી ભીતી વ્યક્ત કરાઈ

દેશભરમાં દિન પ્રતિદિન પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે ટ્રાન્સપોર્ટ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રોજેરોજ બદલાતા ડીઝલના ભાવ વધારાના પગલે ભરૂચ અંકલેશ્વર ટ્રાન્સપોર્ટ એસોશીએશને નારાજગી વ્યક્ત કરી છે. અને ભાવ પર નિયંત્રણ લાવવા માંગણી કરી છે.

પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. રોજે રોજ બદલાતા ભાવ વધારાના પગલે ટ્રાન્સપોર્ટના ધંધામાં ભારે હાલાકી વર્તાઈ થઇ છે. છેલ્લા એક મહિનામાં ચારથી પાંચ વખત સતત ડીઝલના ભાવો વધી રહ્યા છે. જેમાં સરકાર દ્વારા નિયંત્રણ માટો કોઈ જ પગલાં લેવાતા નથી. પરિણામે તેની મોટી અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઉપર પડી રહી છે.

અંકલેશ્વર ભરૂચ ટ્રાસન્પોર્ટ એસોશીએશને રોજે રોજ ડીઝલ ના ભાવ વધારા સામે નારાજગી વ્યક્ત કરતા એવી ભીતિ સેવી છે કે, જો ભાવ નિયંત્રણમાં નહિ કરાય તો ટ્રાસન્પોર્ટનો ધંધો પડી ભાંગશે. છેલ્લા બે સપ્તાહ દરમ્યાન અનેક વખત ભાવ વધારો થઇ રહ્યો છે. આજની વાત કરીએ તો ડિઝલનો ભાવ પ્રતિ લીટરે રૂપિયા 78 જોવા મળ્યો હતો.

સરકાર દ્વારા ડીઝલ નો ભાવ વધાતો રહેશે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો એ ધંધો રોજગાર બંધ કરવાનો વારો આવશે,સ્થાનિક ઉદ્યોગો સાથે ટ્રાન્સપોર્ટરો ના વાર્ષિક કોન્ટ્રાકટ હોવાના કારણે ડીઝલ ના ભાવ વધારા ના કારણે કોન્ટ્રાકટ માં નુકશાની વેઠવા નો વારો આવે છે ત્યારે સરકાર ડીઝલના ભાવ વધારા ને નિયંત્રણ માં લાવે તેવી માંગણી કરી હતી.

Next Story