Connect Gujarat
શિક્ષણ

ભરૂચ: હાંસોટના ઉત્રાજ ગામ ખાતે સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ

ઉત્રાજ અને ધમરાડ સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

ભરૂચ: હાંસોટના ઉત્રાજ ગામ ખાતે સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ
X

હાંસોટ તાલુકાના ઉત્રાજ ખાતે ઉત્રાજ અને ધમરાડ સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં રાજય સરકારના સહયોગથી સાહસ સંસ્થા દ્વારા બે સ્માર્ટ આંગણવાડી નું નિર્માણ કરેલ છે જે પ્રશનીય હોવાનું જણાવી બાળકોના વધુ સારા સ્વાસ્થ્ય અને સ્માર્ટ શિક્ષણ માટે નવીનીકરણ કરેલ આંગણવાડીઓ નાના બાળકો અને કિશોરીઓ માટે સલામત શૈક્ષણિક અને સકારાત્મક વાતાવરણ નિર્માણ કરશે સાથે બાળકો ને સુરક્ષિત સ્વસ્થ અને પ્રેરક વાતાવરણ મળી રહેશે કા કા બા હોસ્પિટલ ભરૂચ જિલ્લામાં ઘણાં વર્ષોથી ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવા પૂરી પાડી રહી છે તેમ ઉમેર્યું હતું.

ઈન્દ્રશીલ કાકા બા અને કલા બુધ પબ્લીક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. ભરત ચાંપાનેરીયા એ સી. એસ આર એક્ટિવિટી અને કાકા બા હોસ્પિટલની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.આ પ્રસંગે નવીનીકરણ પામેલ સ્માર્ટ આંગણવાડી ની ચાવી જીલ્લા વિકાસ અધિકારીના હસ્તે જે તે ગામના સરપંચ તથા આંગણવાડી બહેનોને એનાયત કરવામાં આવી હતી દરમ્યાન કુપોષણ સામે કેવી રીતે કામ કરવું તે અંગેની માહિતી ભવાઈ દ્વારા રજૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ગેમલ સિંહ પટેલ, તાલુકા વિકાસ અધિકારી અલ્પના નાયર, કારોબારી અધ્યક્ષ જે.ડી.પટેલ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

Next Story