ખેડા : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત પરીક્ષાઓ નિયત S.O.P મુજબ લેવા તાકીદ કરાય

પોલીસ વડાશ્રી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતુ કે, પરીક્ષા અંગે જિલ્લા પોલીસ તંત્ર તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામા આવી છે

New Update

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા તા. ૨૪-૦૪-૨૦૨૨ના રોજ લેવાનાર બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ની લેખિત પરીક્ષા અન્વયે ખેડા જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ ઉમેર્યુ હતુ કે, પરીક્ષાઓ નિયત S.O.P મુજબ જ લેવાય તેની તકેદારી પરીક્ષા સાથે જોડાયેલ સૌ અધિકારીઓ અને કર્મચારી અને કર્મચારીઓએ રાખવાની રહેશે,

Advertisment W3.CSS

જ્યારે જિલ્લા પોલીસ વડાશ્રી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતુ કે, પરીક્ષા અંગે જિલ્લા પોલીસ તંત્ર તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામા આવી છે. ઈપ્કોવાલા હોલ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને બાયસેગના માધ્યમથી જરૂરી તાલિમ આપવામાં આવી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પા પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ પટેલ તથા પરીક્ષા સાથે સંકળાયેલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ચોક્કસ સ્ટેશનરીમાંથી જ નોટબુક-યુનિફાર્મ ખરીદવા વાલીઓને દબાણ કરાતું હોવાના આક્ષેપ

શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું

  • આગેવાનો દ્વારા પાઠવાયું આવેદનપત્ર

  • શૈક્ષણિક સંસ્થાઓ મનમાની કરતી હોવાના આક્ષેપ

  • ઊંચા ભાવે યુનિફોર્મ-નોટબુકના વેચાણના આક્ષેપ

  • કડક પગલા ભરવા કરાય માંગ

Advertisment W3.CSS
ભરૂચ જિલ્લામાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
હાલ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ બુટ નોટબુક સહિત ચોપડાઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શાળાની ચિહ્નિત નોટબુકો તેમજ યુનિફોર્મ છપાવીને ખાસ સ્ટેશનરી દુકાનો દ્વારા ઊંચા ભાવે વેચાણ કરાવાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
રૂ. 25થી 30ની કિંમતે ઉપલબ્ધ નોટબુકો રૂ. 50થી 60માં વેચાય રહી છે જેના લીધે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે.આ મુદ્દે ભરૂચના યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે શાળાઓના નામ અને ચિહ્નોનો ઉપયોગ કરીને સ્ટેશનરી દુકાનો તરફથી ઉંચા ભાવે કરાતું વેચાણ ગેરકાયદેસર છે.
Latest Stories