Connect Gujarat
મનોરંજન 

ફ્લોપ તરફ વધી રહી છે એક વિલન રિટન્સ, પાંચમા દિવસે થયો માત્ર આટલા કરોડનો બિઝનેસ

શુક્રવારે રિલીઝ થયેલી એક વિલન રિટર્ન્સ રોમાંચ સાથે તમામ મસાલા ધરાવે છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને અર્જુન કપૂર જેવી મોટી સ્ટારકાસ્ટ પણ છે.

ફ્લોપ તરફ વધી રહી છે એક વિલન રિટન્સ, પાંચમા દિવસે થયો માત્ર આટલા કરોડનો બિઝનેસ
X

જ્હોન અબ્રાહમ, તારા સુતારિયા, અર્જુન કપૂર અને દિશા પટની સ્ટારર ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' 29 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આજથી લગભગ આઠ વર્ષ પહેલાં આવેલી ફિલ્મ 'એક વિલન'ની આ સિક્વલ છે. એક વિલન ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. 'એક વિલન રિટર્ન્સ'ને ખાસ રિવ્યુ ન મળ્યા, પરંતુ ફિલ્મે વીકએન્ડ પર સારો બિઝનેસ કર્યો. આ ફિલ્મ વિશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે, 'એક વિલન રિટર્ન' પણ સુપરહિટ સાબિત થશે. પરંતુ સપ્તાહાંત પછીના સોમવાર અને મંગળવારના આંકડા જોતા આવી આશા દેખાતી નથી.

શુક્રવારે રિલીઝ થયેલી એક વિલન રિટર્ન્સ રોમાંચ સાથે તમામ મસાલા ધરાવે છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને અર્જુન કપૂર જેવી મોટી સ્ટારકાસ્ટ પણ છે. આવી સ્થિતિમાં એક વિલન રિટર્ન્સ દ્વારા હિન્દી ફિલ્મના બિઝનેસમાં થોડી રાહત મળવાની આશા હતી. પરંતુ સોમવાર અને મંગળવારના કલેક્શનને જોતા લાગે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ સમય ટકી શકશે નહીં. આશિકી 2, મલંગ અને એક વિલન જેવી શાનદાર ફિલ્મો આપનાર મોહિત સૂરી પાસે ફિલ્મની કમાણી માટે તમામ કારણો હતા, પરંતુ કદાચ દર્શકોને આ ફિલ્મ પસંદ ન આવી.

એક વિલન રિટર્ન્સનાં કલેક્શન વિશે વાત કરીએ તો, 29 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆતના દિવસે 7.05 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જોકે પહેલા દિવસે આ ફિલ્મ લગભગ આઠથી નવ કરોડ રૂપિયાની કમાણી કરશે તેવી અપેક્ષા હતી. તે જ સમયે, એક વિલન રિટર્ને શનિવારે 7.47 કરોડ અને રવિવારે 9.02 કરોડનો બિઝનેસ કર્યો હતો. વીકેન્ડ પછી એક વિલન રિટર્ન્સનો બિઝનેસ ઘટીને 3.02 કરોડ રૂપિયા થઈ ગયો. બીજી તરફ મંગળવારે એટલે કે પાંચમા દિવસે ફિલ્મનું કલેક્શન 2.70 કરોડ રૂપિયા થઈ ગયું છે. હાલમાં એક વિલન રિટર્ન્સનો કુલ બિઝનેસ 29.26 કરોડ રૂપિયાનો છે.

એક વિલન રિટર્ન્સ ની કમાણી એ સંકેત આપી રહી છે કે આ ફિલ્મ બહુ જલ્દી મરી શકે છે. 40 થી 45 કરોડની વચ્ચે એક વિલન રિટર્ન્સ થિયેટરોમાં ઉતરી શકે છે. જો કે બોલિવૂડની કોઈ મોટી ફિલ્મ 5 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી નથી, પરંતુ એક વિલન રિટર્ન્સ પાસે કમાણી કરવાની પૂરી તક છે.

Next Story