Connect Gujarat
મનોરંજન 

ગીરસોમનાથ: કોડીનારનો યુવાન સાઉથની ફિલ્મોમાં ઝળકયો,જુઓ કેવી રહી છે સફર

કોડીનારનો યુવાન છેલ્લા કેટલાક વર્ષોથી સાઉથની ફિલ્મોમાં હીરો અને વિલન તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે

X

ગીરસોમનાથના કોડીનારનો યુવાન છેલ્લા કેટલાક વર્ષોથી સાઉથની ફિલ્મોમાં હીરો અને વિલન તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે અને સારી નામના પ્રાપ્ત કરી રહ્યો છે. મૂળ કોડીનારનો અને બાળપણથી જ એક્ટિંગનો શોખ ધરાવતો ચિરાગ જાની ભણતા ભણતા જ શાળા કોલેજમાં પણ અભિનય કરતો હતો.ગ્રેજ્યુએશન બાદ અમદાવાદ ગયો અને ફેશન ડિઝાઇનિંગનો કોર્સ અનેક રેડીમેઈડ વસ્ત્રોની જાહેરાતમાં પણ આવ્યો.પોતાનો પોર્ટફોલિયો તૈયાર કર્યો.

અને ઉપડ્યો મુંબઈ.અનેક ચક્કર કાપ્યા બાદ એક સીરિયલમાં કામ મળ્યું. સીરિયલમાં સફળતા મળ્યા બાદ ગાડી પાટે ચડી અને અનેક સિરિયલો કરી. નેપોટીઝમમાં ન માનતા ચિરાગ જાની કહે છે, 'બાપનો ધંધો દીકરો સંભાળે તે સ્વાભાવિક છે.પણ જો તમારી પાસે ટેલેન્ટ છે તો તમને કોઈ રોકી નહીં શકે.કામ મળશે જ.' ગુજરાતી,હિન્દી, અંગ્રેજી,તમિલ,તેલુગુ અને કન્નડ ભાષા પર ચિરાગ સારી એવી પક્કડ ધરાવે છે.તેની પ્રથમ ગુજરાતી ફિલ્મ 'જી' ઠીક રહી પરંતુ તે હાલ સાઉથની 15 જેટલી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.

ચારથી પાંચ ફિલ્મ સુપરહિટ રહી છે.તો બે સાઉથની ફિલ્મ હાથ ઉપર છે.વિલન,સાઈડ હીરો તરીકે તે ખૂબ સારૂ કામ કરી રહ્યો છે.બે થી ત્રણ હિન્દી ફિલ્મો પણ કરી છે.નેગેટિવ અને પોઝિટિવ એમ બંને રોલ ચિરાગ બખૂબી નિભાવી જાણે છે.

Next Story