Connect Gujarat
મનોરંજન 

OMG 2’ એકટર સુનિલ શ્રોફે દુનિયાને કહ્યું અલવિદા, 66 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ....

બોલિવૂડ એક્ટર સુનીલ શ્રોફનું 66 વર્ષની વયે નિધન થયું છે. એક્ટરના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી

OMG 2’ એકટર સુનિલ શ્રોફે દુનિયાને કહ્યું અલવિદા, 66 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ....
X

બોલિવૂડ એક્ટર સુનીલ શ્રોફનું 66 વર્ષની વયે નિધન થયું છે. એક્ટરના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમણે તાજેતરમાં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સ્ટારર 'OMG 2'માં મહત્વની ભૂમિકા ભજવી હતી. સુનીલ ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમના આગામી પ્રોજેક્ટ્સ વિશે અપડેટ્સ શેર કરતા હતા. ફિલ્મની સાથે સુનીલે ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો પણ શૂટ કરી છે. તેમણે શર્મિલા ટાગોર અને રશ્મિકા મંદન્ના જેવી અભિનેત્રીઓ સાથે જાહેરાતોમાં કામ કર્યું હતું. સુનીલે તાજેતરમાં જ OMG 2 અભિનેતા પંકજ ત્રિપાઠી સાથેની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અભિનેતાએ તેમની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ 16 ઓગસ્ટ, 2023 ના રોજ શેર કરી હતી. આ વીડિયોમાં તે ઈદ મુબારક ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યાં હતાં. સુનીલ શ્રોફની ફિલ્મ કારકિર્દી વિશે વાત કરીએ તો, 'OMG 2' સિવાય તેમણે 'શિદ્દત', 'ધ ફાઇનલ કૉલ', 'કબાડ ધ સિક્કો', 'જુલી' અને 'અભય' સહિત અન્ય ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા મોટા પડદા પર સહાયક ભૂમિકાઓ માટે જાણીતા હતા. ફિલ્મોમાં તેણે ક્યારેક ડોક્ટર તો ક્યારેક પિતાની ભૂમિકા ભજવીને ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે.

Next Story