Connect Gujarat
ફેશન

સાડી ખરીદતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, તમારા સ્કીનટોન પ્રમાણે કરો સાડીના રંગની પસંદગી......

જ્યારે પણ આપણે સાડી ખરીદવા જઈએ છીએ ત્યારે સાડીની ડિઝાઇન અને કલર પર ખાસ ધ્યાન આપીએ છીએ. પરંતુ સૌથી જરૂરી એ છે

સાડી ખરીદતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, તમારા સ્કીનટોન પ્રમાણે કરો સાડીના રંગની પસંદગી......
X

જ્યારે પણ આપણે સાડી ખરીદવા જઈએ છીએ ત્યારે સાડીની ડિઝાઇન અને કલર પર ખાસ ધ્યાન આપીએ છીએ. પરંતુ સૌથી જરૂરી એ છે કે આપણે સ્કીન ટોન પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે એવા ઘણા રંગો હોય છે જે દરેક સ્કિનને શુટ નથી કરતાં તેથી જ્યારે પણ તમે સાડી ખરીદો છો ત્યારે તમારે એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમારી ત્વચા સારી અને સુંદર દેખાશે અને સાડીનો રંગ તમારા પર ખીલશે.

· ડાર્ક કલરની સાડી

જો તમને ડાર્ક કલરની સાડી પહેરવી ગમે છે તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે આ પ્રકારની સાડી બ્રાઇટ સ્કીન ટોનની મહિલાઓને ખૂબ જ સારી લાગે છે. આમાં તમે ડાર્ક બ્લેક, બ્લૂ અને બ્રાઉન શેડ પસંદ કરી શકો છો. ધ્યાન રાખો કે જો તમે ઈચ્છો તો બે રંગની સાડી પણ વિયર કરી શકો છો.

· ડબલ શેડની સાડી

એવિ ઘણી મહિલાઓ હોય છે જેઓ ડબલ શેડની સાડી પહેરવાનું પસંદ કરે છે. પરંતુ આ પ્રકારની સાડી તેવી મહિલાઓ ઉપર સારી લાગે છે જે મહિલાઓ ઘઉંવરણી હોય. આમાં બંને રંગો સમાન હોય છે. એટલા માટે સ્કીન ટોન તેમાં ડાર્ક કે આછો દેખાતો નથી. આવી સ્થિતિમાં જો તમારો સ્કીન ટોન પણ આવો જ હોય છે તો સાડીનો રંગ તમારા માટે યોગ્ય છે. આ સાડી પહેરવાથી તમે વધુ સુંદર લાગશો.

સાડી ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો.

1. સાડી ખરીદતી વખતે ફ્રેબ્રિકનું ખાસ ધ્યાન રાખો.

2. આ સિવાય સાડીની લંબાઈનું પણ ધ્યાન રાખો.

3. સાડી ખરીદતી વખતે તેની ડિઝાઇન પણ ખાસ જુઓ.

Next Story