ચહેરા પરના ડાર્ક સર્કલ દૂર કરશે આ ઘરેલુ ઉપચાર..... ચહેરો થઈ જશે એકદમ સુંદર....
ડાર્ક સર્કલને દૂર કરવા ખૂબ જ જરૂરી છે. તો ડાર્ક સર્કલને દૂર કરવા માટે આ ઘરેલુ ઉપચાર બેસ્ટ છે.

અનેક લોકોને ચહેરા પર આંખની નીચે કાળા કુંડાળા જોવા મળે છે અને તેથી તેમનો ચહેરો ખૂબ જ ખરાબ લાગે છે. આ માટે ડાર્ક સર્કલને દૂર કરવા ખૂબ જ જરૂરી છે. તો ડાર્ક સર્કલને દૂર કરવા માટે આ ઘરેલુ ઉપચાર બેસ્ટ છે. આ માટે તમારે કોઈ બહારથી પ્રોડેકટ લાવીને તેનો ઉપયોગ કરવાનો નથી પરંતુ ઘરે જ તમને આ ડાર્ક સર્કલ દૂર કરવા માટેની વસ્તુ મળી રહે છે. આ ઉપચારથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી, તો ચાલો જાણીએ આ ઉપાયો વિષે....
1. હળદર અને મધ
આંખની નીચે ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે મધ અને હળદરનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક ચમચી મધ લો. ત્યાર બાદ આ બંને વસ્તુઓને મિક્સ કરો અને ચહેરા પરના ડાર્ક સર્કલ પર લગાવો. હવે તેને 20 મિનિટ સુધી તેમ જ રહેવા દો. આ ઉપાય તમે રેગ્યુલર કરશો તો સ્કીન મસ્ત થઈ જશે.
2. મુલતાની માટી
આંખોની નીચેના કાળા કુંડાળાં દૂર કરવા માટે તમે મુલતાની માટી લગાવી શકો છો. આ માટે તમે 2 ચમચી મુલતાની માટી લો અને તેમાં જરૂર મુજબ ગુલાબ જળ નાખો. ત્યાર બાદ આ પેસ્ટ ચહેરા પર લગાવો. આ માટી જ્યારે ચહેરા પર લગાવ્યા પછી સુકાઈ જાય ત્યાર બાદ ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી ફેશ મસ્ત બને છે અને ડાર્ક સર્કલ પણ દૂર થઈ જશે.
3. એલોવેરા જેલ
ચહેરા પર ચશ્માના નિશાન દૂર કરવા માટે તમે એલોવેરા જેલની મદદથી લઈ શકો છો. આ માટે કોટન બોલમાં એલોવેરા જેલ લો અને દરરોજ રાતે સૂતા પહેલા તેને ચહેરા પર લગાવો. પછી થોડી વાર હળવા હાથે માલીસ કરો અને સવારે ચહેરો ધોઈ નાખો.
4. કેળા
કેળાની મદદથી પણ તમે ડાર્ક સર્કલને રિમૂવ કરી શકો છો. આ માટે એક કેળુ લો અને મિક્સરમાં મેશ કરી લો. પછી આ મેશ કરેલા કેળાને ડાર્ક સર્કલની આસપાસ લગાવો. 20 થી 25 મિનિટ પછી ચહેરો ચોખ્ખા પાણીથી ધોઇ લો.