Connect Gujarat
દેશ

ઝારખંડમાં 15 વિધાનસભા બેઠકો પર ચોથા તબક્કાનું મતદાન શરૂ

ઝારખંડમાં 15 વિધાનસભા બેઠકો પર ચોથા તબક્કાનું મતદાન શરૂ
X

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન સોમવારે શરૂ થઇ ચૂક્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, દેવઘર , ગિરિડીહ, બોકારો અને ધનબાદ જિલ્લાઓ સહિત કુલ 15 વિધાનસભા મત વિસ્તારોમાં આજે મતદાન થઈ રહ્યું છે.

આજથી ઝારખંડમાં વિધાનસભા મતદાન યોજાઇ રહ્યા છે તેમાં મધુપુર, દેવઘર, બગોદર, જમુઆ, ગાંડેય, ગિરિડીહ, ડુમરી, બોકારો, ચંદનકિયારી, સિંદરી, નિરસા, ધનબાદ, ઝારીયા, ટૂંડી અને બાગમારાનો સમાવેશ થાય છે.

આજે રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યુ "ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં આજે ચોથા તબક્કાનું મતદાન થશે. બધા જ મતદાતાઓને મારૂ નિવેદન છે કે બધાજ મતદાતા પોતાનો મત જરૂરથી આપે, અને લોકતંત્રના આ પવિત્ર દિવસના ભાગીદાર બને."

https://twitter.com/narendramodi/status/1206386258831785984?s=20

ત્રીજા તબક્કાની ચૂંટણી 12 ડિસેમ્બરે

8 જિલ્લાઓનો સમાવેશ કરતાં, 17 વિધાનસભા મતવિસ્તારોમાં યોજાઇ હતી. ઝારખંડની બીજા તબક્કાની

ચૂંટણી વિધાનસભા બેઠકો પર 7 ડિસેમ્બરના રોજ યોજાઇ હતી, જ્યારે

પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરના રોજ થયું હતું.

પાંચમા તબક્કાનું મતદાન 20 ડિસેમ્બરના રોજ થશે અને 23 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.

Next Story