Connect Gujarat
ગુજરાત

ધો.12 સાયન્સનું 72.02% પરિણામ:A1 ગ્રેડમાં 196, A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થીઓ પાસ થયા

રાજ્યમાં છેલ્લાબે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા પર અસર પડતી હતી, જોકે ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોરોના કાબુમાં આવતા નક્કી ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષા યોજવામાં આવી હતી.

ધો.12 સાયન્સનું 72.02% પરિણામ:A1 ગ્રેડમાં 196, A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થીઓ પાસ થયા
X

રાજ્યમાં છેલ્લાબે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા પર અસર પડતી હતી, જોકે ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોરોના કાબુમાં આવતા નક્કી ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં રાજ્યભરના 1.08 લાખ વિદ્યાર્થીઓ આપી હતી.શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીનીઓ આગળ રહી છે.

ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. જ્યારે A2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ પાસ થયાં છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે. આ વખતે સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો રાજકોટ છે. રાજકોટમાં આ વખતે 85.78 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું છે. દાહોદ જિલ્લામાં આ વખતે 40.19 ટકા પરિણામ આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધારે 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે ગત વર્ષે તો કોરાનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને જે પણ પરીક્ષા થઈ હતી તેમાં ઓનલાઇન જ હતું ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ 2022)ની પ્રથમ પરીક્ષાના સેશનમાં ફિઝિક્સમાં 107694, પૈકી કુલ 102913 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બીજા સેશનમાં બાયોલોજીમાં 67,934 પૈકીના 64965 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ત્રીજા પેપરમાં મેથ્સમાં 4007 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Next Story