Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની બિસ્માર માર્ગો બાબતે સરકારને ટકોર કહ્યું "'ચોમાસું જતુ રહેશે સત્તાધીશો ફરી ઊંઘી જશે"

હાઇકોર્ટે વધુ સુનાવણી 25 જુલાઇ પર મુલતવી રાખી છે બિસ્માર રોડ-રસ્તા અને રખડતા ઢોર મામલે હાઇકોર્ટે કરેલા અનેક નિર્દેશોનું પાલન નહીં થતા કન્ટેમ્પટ પિટિશન કરાઇ.

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની બિસ્માર માર્ગો બાબતે સરકારને ટકોર કહ્યું ચોમાસું જતુ રહેશે સત્તાધીશો ફરી ઊંઘી જશે
X

અમદાવાદ શહેરના તૂટેલા રોડ-રસ્તા અને રખડતા ઢોર મામલે કરવામાં આવેલી કન્ટેમ્પટ અરજીની સુનાવણીમાં સરકાર પક્ષે મુખ્ય સરકારી વકીલ હાજર ન રહેતા મુદ્દતની માંગણી કરતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાત હાઇકોર્ટની ટકોર કરતા કહ્યું કે, 'ચોમાસું જતુ રહેશે સત્તાધીશો ફરી ઊંઘી જશે. સુનાવણીમાં વિલંબ કરીશું તો રોડની સ્થિતિ ખબર નહીં પડે

હાઇકોર્ટે વધુ સુનાવણી 25 જુલાઇ પર મુલતવી રાખી છે બિસ્માર રોડ-રસ્તા અને રખડતા ઢોર મામલે હાઇકોર્ટે કરેલા અનેક નિર્દેશોનું પાલન નહીં થતા કન્ટેમ્પટ પિટિશન કરાઇ. અરજદાર તરફથી એવી દલીલ કરાઇ હતી કે, લીગલ સર્વિસ ઓથોરિટી 500 પાનાનો રિપોર્ટ ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ રજૂ કર્યો છે. જેની પર યોગ્ય સમયે સુનાવણી નહીં યોજાય તો તેનો મતલબ નહીં રહે. અત્યારે ચોમાસામાં જ રસ્તાની સાચી સ્થિતિ નો ખ્યાલ આવશે. ચોમાસા બાદ તો સત્તાધીશો ફરી ઊંઘી જશે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા અરજદાર તરફથી સુનાવણી ઝડપથી ચલાવવા અરજી કરાઇ હતી.અરજદાર તરફથી એવી દલીલ પણ કરાઇ હતી કે, ઘણા વર્ષથી પૂર્વ જજીસે તેના પર કેટલાક સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.પરંતુ તેનું પાલન નહીં થતા કન્ટેમ્પ્ટ અરજી કરવી પડી. પરંતુ હવે કન્ટેમ્પ્ટ અરજી માં પણ વિલંબ થઇ રહ્યો છે.

Next Story