Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ટ્રાફિક પોલીસે વાહનચાલકોનું મોઢું "મીઠું" કરાવ્યું, કારણ એ કે, રોંગ સાઇડ ચલાવતા હતા વાહન

અમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું મહાનગર છે, અને અહીં ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે રહેતી હોય છે.

X

અમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું મહાનગર છે, અને અહીં ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે રહેતી હોય છે. ખાસ કરીને શહેરના અનેક વિસ્તારોમાં સિગ્નલો પર લોકો રોંગ સાઈડમાં બેફામ ગતિએ વાહન હંકારતા હોય છે. જેના કારણે લોકોમાં અકસ્માતનો ભય પણ રહે છે, ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજથી સ્પેશિયલ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ આ ડ્રાઈવમાં વાહનચાલકોને કોઈ મેમો નહીં કે, ન કોઈ કોઈ દંડ થશે.

આ ડ્રાઈવમાં ટ્રાફિક નિયમનો ભાગ કરતાં વાહનચાલકોને ગુલાબ જાંબુ ખવડાવી મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવ્યો છે. એટલું જ નહીં, ટ્રાફિક પોલીસ સાથે શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ પણ સહભાગી થઈ આ ડ્રાઈવમાં મદદ કરી રહી છે. અમદાવાદ પોલીસનું માનવું છે કે, ઘણી વખત દંડ ભરવાના મુદ્દે ઘર્ષણ થાય છે, ત્યારે આ રીતે માનવીય અભિગમ અપનાવામાં આવે તો લોકો કાયદાને સમજે. ઉપરાંત શરમ પણ અનુભવી કેટલાક લોકો ટ્રાફિક નિયમ પણ પાળતા થશે. થોડા દિવસો પહેલા જ અમદાવાદ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ કરી હતી, અને લાખો રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો, ત્યારે આજથી ફરીવાર ટ્રાફિક ડ્રાઇવ શરૂ થતા ટ્રાફિક નિયમનું પાલન નહીં કરતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આ ટ્રાફિક ડ્રાઈવમાં શહેરના ટ્રાફિક ડીસીપી, એસીપી સહિતના ટ્રાફિક માર્શલ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

Next Story