અમરેલી: ખાનગી કંપનીના મેનેજર પર થયેલા હુમલાનો ભેદ ઉકેલાયો

અમરેલી જિલ્લાના રાજુલા હિંડોરણા ચોકડી નજીક 4 દિવસ પહેલા ખાનગી કંપનીના મેનેજર ઉપર હુમલાની ઘટના બની હતી જેમાં રાજુલા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીને કોન્ટ્રાક્ટ નહી આપતા હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પીપાવાવ કોસ્ટલ ઉધ્યોગ ગૃહોમાં ફફડાટ ફેલાયો છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના દરિયા કાંઠે રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ વિસ્તાર મોટો ઈન્ડસ્ટ્રી ઝોન બની રહ્યો છે. કારણ કે અહીં 5 થી વધુ મહાકાય મોટા ઉધોગ ધમધમી રહ્યા છે જેના કારણે અહીં વાંરવાર કોન્ટ્રાકટ લેવા બાબતે ધમાલો થાય છે. ભૂતકાળમાં પણ અનેક નામી લોકોના નામ સામે આવી ચુક્યા છે ત્યારે ફરીવાર આ પ્રકારની ઘટનાનુ પુર્નરાવર્તન થયુ છે. ગત તારીખ 26 ઓગસ્ટના રોજ જાફરાબાદ તાલુકામાં આવેલ સ્વાન એનર્જી કંપનીમા પેટામા ધરતી નામની ખાનગી કપનીના મેનેજર ધનજય રેડી રાજુલા તરફ કાર લઈ આવી રહ્યા હતા, ત્યારે હિંડોરણા છોડકી નજીક પોહચતા કેટલાક અજાણીયા ઈસમો દ્વારા કાર પર હુમલો કરી તોડફોડ કરતાં ઓફિસર ધનજય રેડી પર હુમલો કર્યો હતો અને માથાના ભાગે ગંભીર ઇજા થતા રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. રાત્રે ધનજય રેડી ઉપર હુમલો કરતી વખતે બુખાની ધારી માર મારી ફરાર થઈ જતા આરોપીની ઓળખ થઈ ન હતી, જેના કારણે રાજુલા પોલીસ સહિત અલગ પોલીસની ટીમો દ્વારા તેમની ખૂબ શોધખોળ હાથ ધરી અને ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી. જોકે અંતે પોલીસને સાસફળતા મળી અને 4 દિવસમાં જ પોલીસ દ્વારા આખી ઘટના પરથી પડદો ઊંચકી લેવાયો છે.
હુમલાની ઘટનાને લઈ રાજુલા જાફરાબાદ પીપાવાવ ઉધોગ ગૃહોમા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. રાજુલા પોલીસની ટીમ દ્વારા તપાસ દરમિયાન હુમલા સમયે ટ્રેકટર ચાલક પતરા લઈ ઉભો હતો જે શંકાના આધારે રાજુલા પોલીસે તે ટ્રેકટર ચાલક લખમણ વાવડીયાની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે તપાસમાં બહાર આવ્યું કે ટ્રેકટર ચાલક લખમણ વાવડીયાની સંડોવણી બહાર આવી અને વધુ 2 આરોપીનું નામ બહાર આવતા તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રેક્ટર ચાલક લખમણ વાવડીયાની પણ અગાઉ ડબલ મડરમાં સંડોવાયેલો છે. સમગ્ર મામલે ખુલાસો થતાં પોલીસ દ્વારા હુમલામાં સંડોવાયેલા 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે જ્યારે આની 2 આરોપી હજુ ફરાર છે. રાજુલા પોલીસ દ્વારા હિંડોરણાના રહેવાસી લખમણ સાદુળ વાવડીયા સહિત કાગવદરના નરેશ અરજણ વાવડીયા અને રામપરાના વાજસુર વીરા વાઘની અટકાયત કરવામાં આવી છે જ્યારે હીડોરણાના રહેવાસી જીવણ વાવડીયા અને જૂની બારપટોળીના કનુ બાબુ લાખણોત્રા નામના બે આરોપી ફરાર છે જેની પોલીસ દ્વારા શોધખોળ હાથા ધરવામાં આવી છે.
આરોપીના ગુનાહીત ભૂતકાળની વાત કરવામાં આવે તો લખમણ, નરેશ, જીવણ રાજુલા નજીક 2015માં 1 યુવકની હત્યા કરી ચુક્યા છે જ્યારે ફરાર આરોપી કનુ લાખણોત્રા વિરુદ્ધ અગાવ IPC કલમ 307 માં રૂકાવટ મળી ટોટલ 9 જેટલા ગુન્હા જુદા-જુદા પોલીસ સ્ટેશનમા નોંધાયેલા છે.
રાજુલા પોલીસ દ્વારા 3 આરોપીને પકડી પાડતા તેમને કબૂલાત કરી હતી કે, કનુ લાખણોત્રાના કહેવાથી હુમલો કર્યો હતો અને કંપનીમા કોન્ટ્રાકટ કામ નહીં આપતા હોવાને કારણે હુમલો કરવામાં અવટ્યો હતો. જ્યારે ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો કનુ લાખણોત્રા રાજકીય માણસ હોવાનુ પણ પોલીસ તપાસમા ખુલ્યુ છે. સમગ્ર ઘટનાને લઈ અન્ય કોઈ વધુ આરોપીની સંડોવણી છે કે કેમ.? તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTવડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું...
17 Aug 2022 12:45 PM GMTભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ...
16 Aug 2022 10:16 AM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું...
18 Aug 2022 4:48 PM GMTસુરત: મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ,જુઓ...
18 Aug 2022 1:47 PM GMTજુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો...
18 Aug 2022 1:16 PM GMTસુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો...
18 Aug 2022 12:37 PM GMTભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ...
18 Aug 2022 12:21 PM GMT