Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : આલુંજ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સોની રૂરલ પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર : આલુંજ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સોની રૂરલ પોલીસે કરી ધરપકડ
X

ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહારના વિસ્તારમાં દારૂની હેરફેરનો મામલો ઘણો વધી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલ આલુંજ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે અંકલેશ્વર રૂરલ પોલીસે 2 આરોપીઓની ધરપકડ સાથે કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના સ્ટાફકર્મીઓ પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન આલુંજ ગામના રહેવાસી મુકેશ વસાવા તથા રાહુલ વસાવાની GJ-16-BN-7106 નંબરની ઇકો ફોરવ્હીલ કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે સ્થળ પર જઈને તપાસ કરતાં મુકેશ વસાવાના મકાન નજીક પાર્ક કરેલ ઇકો કારમાં દારૂના જથ્થાને વેચાણ અર્થે મુકેલ હતો.

પોલીસે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો મળી કુલ બોટલ નંગ 702 જેની કિંમત 1,24,260 રૂપિયા સહીત ઇકો કાર જેની કિંમત 3,00,000 રૂપિયા મળીને કુલ 4,24,260 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ છે. તો સાથે જ અન્ય એક દમણના વોન્ટેડ આરોપી અંગે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Next Story