Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : સજોદ શાળામાં જી-શાળા એપ દિવસની ઊજવણી, 423 વિદ્યાર્થીઓ મોબાઈલ લઈ શાળાએ આવ્યા

અંકલેશ્વર : સજોદ શાળામાં જી-શાળા એપ દિવસની ઊજવણી, 423 વિદ્યાર્થીઓ મોબાઈલ લઈ શાળાએ આવ્યા
X

શ્રી સજોદ વિભાગ સાવઁજનિક કેળવણી મંડળસંચાલિત શ્રી સજોદ સાવઁજનિક હાઈસ્કૂલમાં જી-શાળા એપ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. તમામ વિદ્યાથીઁઓ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની શિક્ષણ એપથી પરિચિત બને અને એપનો મહાવરો જાતે જ કરે એ હેતુસર આ દિવસની ઊજવણી શાળામાં કરવામાં આવી.

આ દિવસે શાળાના ૪૨૩ વિદ્યાથીઁઓને મોબાઇલ લઈને શાળામાં આવવા જણાવ્યું હતું. ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાથીઁઓએ કુલ આઠ તાસ દરમિયાન જી-શાળા એપથી શિક્ષણ ગ્રહણ કયુઁ. સમગ્ર દિવસ દરમિયાન જી-શાળાના કુલ ૨૦૦૦થી વધુ રજીસ્ટ્રેશનનો વિદ્યાથીઁઓએ લાભ લીધો.


આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિદ્યાથીઁઓ આ એપથી અવગત બને અને કોરોનાકાળમાં ઘરે બેઠા શિક્ષણ પામી શકે એ હતો.જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરુચના ઈ.આઈ. ડૉ.સંગીતાબહેન મિસ્ત્રીએ આ એપ દિવસ ઉજવવા માટે માર્ગદર્શન પૂરું પાડી અભિનદન પાઠવ્યા હતા

Next Story