અરવલ્લી : વાવેતરથી વેચાણ સુધીના આયામ આદરી 15 ખેડૂતોએ કરી સામૂહિક ખેતી...

મેઘરજ તાલુકાના શિવરાજપુર ગામના 15 ખેડૂતોએ 100 વીઘા જમીનમાં વિવિધ પાકની સામૂહિક ખેતી કરી અન્ય ખેડૂતોને પણ સામૂહિક ખેતી કરવા અંગે પ્રેરણા આપી છે.

New Update
અરવલ્લી : વાવેતરથી વેચાણ સુધીના આયામ આદરી 15 ખેડૂતોએ કરી સામૂહિક ખેતી...

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શિવરાજપુર ગામના 15 ખેડૂતોએ 100 વીઘા જમીનમાં વિવિધ પાકની સામૂહિક ખેતી કરી અન્ય ખેડૂતોને પણ સામૂહિક ખેતી કરવા અંગે પ્રેરણા આપી છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજના ખેડૂત હરેશ પટેલ તેમજ તેમની સાથે અન્ય 10 જેટલા ખેડૂતોએ ગુજરાત સરકારના સાથ સહકારથી હળદર, ખીરા કાકડી તેમજ ટામેટાની ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે, ત્યારે 100 વીઘામાં છેલ્લા 2 વર્ષથી હળદર અને 20 એકરમાં ખીરા કાકડીની ખેતી કરીને ખૂબ સારી આવક મેળવી રહ્યાં છે. ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનામાં ખેતી ક્ષેત્રે વધુ વિવિધતા છે. ખાસ કરીને બાગાયતી પાકો તથા શાકભાજી પાકોના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. શાકભાજી પાકો પૈકી વેલાવાળા શાકભાજી પાકોનો એક મોટો વર્ગ છે. અન્ય પાકોની સરખામણીમાં વેલાવાળા શાકભાજી પાકોમાં 5થી 8 ગણું વધું ઉત્પાદન મળે છે. આ ખેતી માટે પ્લાનિંગ ખૂબ જ મહત્વની બાબત બની રહે છે, ત્યારે ગ્રીનહાઉસની ખેતી હેઠળ ખીરા કાકડીની ખેતીમાં સફળતા મેળવી છે.

અરવલ્લીના મેઘરજના શિવરાજપુરના હરેશ પટેલ કે, જેઓએ 5 વર્ષ પહેલા સૌપ્રથમ ગ્રીનહાઉસ બનાવીને પાકનું મબલક ઉત્પાદન રહેતાં બીજા વર્ષે હાલમાં કુલ 20 એકરના ગ્રીનહાઉસમાં તેમણે ખીરા કાકડીનું વાવેતર કર્યું છે. ગ્રીનહાઉસમાં તેઓ વર્ષેમાં એક સીઝનમાં 1 એકરે 25 ટન ખીરા કાકડીનો પાક મેળવે છે. હરેશ પટેલ અને તેમના ભાઈઓ રસોઈની રાણી એવી સેલમ હળદરની ખેતી પણ કરે છે. કુદરતી એન્ટિબાયોટિક ગુણ ધરાવતી હળદરનો ઉપયોગ ભોજનમાં અચૂક થાય છે. સેલમ હળદરના મૂલ્યને કચ્છના સાહસિક ખેડૂતોએ પારખીને વાવેતરથી વેચાણ સુધીના આયામ આદરી દીધા છે. અરવલ્લીના ખેડૂતો જાતે જ આત્મનિર્ભર બનીને વધુ આવક રળી શકે, ઉપરાંત ગામમાં રોજગારી પણ આપી શકે છે. તેઓ રાજ્યમાં સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડે છે. ગુજરાત રાજ્ય સરકાર તરફથી મળતા લાભ મેળવી અહીના ખેડૂતો સફળતા મેળવી રહ્યા છે.

Latest Stories