Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટનો અધિકારી 300 રૂપિયાની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો...

ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો, ત્યારે ACBએ 300 રૂપિયાની લાંચ લેતા ફોરેસ્ટ અધિકારીને ઝડપી પાડ્યો છે.

અરવલ્લી : શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટનો અધિકારી 300 રૂપિયાની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો...
X

લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ફરી એકવાર સપાટો બોલાવ્યો છે. અરવલ્લી જિલ્લાની શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટના અધિકારી-કર્મચારીઓ લાકડા ભરીને પસાર થતા વાહનચાલકો પાસેથી ધોરણસરની ફી સિવાય વધારાની લાંચની માંગણી કરી હતી. જે બાબતે ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો, ત્યારે ACBએ 300 રૂપિયાની લાંચ લેતા ફોરેસ્ટ અધિકારીને ઝડપી પાડ્યો છે.

અરવલ્લી ACBએ શામળાજી ચેકપોસ્ટ પર ફોરેસ્ટ અધિકારી રાકેશ લક્ષ્મણ ડામોર વનપાલ (વર્ગ-૩ કર્મચારી)ને 300 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટ ખાતેથી જલાવ લાકડા લઇને વાહન પસાર થવાનું હતું. તે સમયે આ કર્મચારીઓએ બિલ પર કાયદેસરના પૈસા સિવાય વધારાની રકમ માંગી હતી. જે બાબતે ફરિયાદીએ ACBનો સંપર્ક કરી તેને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આરોપીએ લાંચના નાણાં સ્વીકારતી વેળા ACBની ટીમને આવતી જોઈ શંકા જતા ભાગવાનો પ્રયત્ન કરી લાંચની ચલણી નોટો ફાડી નાખી ચેકપોસ્ટ રૂમમાં આવેલ તિજોરીની પાછળ નાખી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાબતે ACBએ આરોપીને ઝડપી પુરાવા નાશ કરવા અને લાંચ કેસ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Next Story