ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર, હજુ 12 દિવસ વરસાદ ખેંચાસે હવામાન વિભાગની આગાહી

15 જુલાઈ સુધી રાજ્યમાં 20 મી.મીથી વધારે વરસાદ દેખાઈ રહ્યો નથી 25 લાખ હેક્ટર વાવેતર પર જોખમ

New Update

રાજ્યમાં ચોમાસું શરૂ થયા બાદ વરસાદે છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોમાં વિરામ લીધો છે. ત્યારે પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી મુજબ રાજ્યભરમાં હજુ પણ 15 જુલાઈ સુધી રાજ્યમાં 20 મી.મીથી વધારે વરસાદ દેખાઈ રહ્યો નથી. ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે. એવામાં હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે.

એકતરફ ચોમાસાની આ સ્થિતિથી ખેડૂતોના માથે ચિંતાની રેખાઓ તણાઈ છે. હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી મુજબ રાજ્યભરમાં હજુ પણ 15 જુલાઈ સુધી રાજ્યમાં 20 મી.મીથી વધારે વરસાદ દેખાઈ રહ્યો નથી. 7 જુલાઈ સુધી દેશમાં આવી જ ગરમીનો સામનો કરવો પડશે. 7 જુલાઈ પછી બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાવાની સંભાવના છે.

Latest Stories