ભરૂચ : પડતર માંગણીઓ મુદ્દે મોરિયાણા વન વિભાગના કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી નોંધાવ્યો અનોખો વિરોધ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામ ખાતે વન વિભાગના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ મુદ્દે અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk18 Sep 2022 11:22 AM GMT

X
Connect Gujarat Desk18 Sep 2022 11:22 AM GMT
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામ ખાતે વન વિભાગના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ મુદ્દે અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી વન વિભાગના કર્મચારીઓ પોતાના વિવિધ પડતર પ્રશ્ને આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ આજદિન સુધી તેઓના પ્રશ્નોનું કોઈપણ જાતનું નિરાકરણ આવ્યું નથી, ત્યારે ભરૂચના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામે ફોરેસ્ટ થાના ખાતે ભરૂચ યુનિયન પ્રમુખ અશલમ નિયાતર અને વાલિયા વન વિભાગના વન રક્ષક, વનપાલ સહિતના કર્મચારીઓએ ભેગા મળી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ પોતાની વિવિધ માંગણીઓનો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચે તે માટે PMના 72મા જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
Next Story