ભરૂચ: પાલેજના ગ્રીન ગોલ્ડન બંગ્લોઝમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
2 આરોપીની ધરપકડ
BY Connect Gujarat15 Jun 2021 11:13 AM GMT

X
Connect Gujarat15 Jun 2021 11:13 AM GMT
ભરૂચના પાલેજ ટાઉનમાં ગ્રીન ગોલ્ડન બંગ્લોઝમાં આવેલા એક મકાનમાં થયેલી ચોરીનો ભેદ પાલેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો.
ગત તારીખ ચોથી જૂનથી 12મી જૂન દરમિયાન ઈસ્માઈલ તાબુનું ગ્રીન ગોલ્ડન બંગલોઝમાં મકાન આવેલું છે.આ મકાનમાં કામકાજ ચાલુ હતું. જેમાં ઈલેક્ટ્રીકને લગતું કામ પૂરું થયા બાદ વધારાનો સામાન ચાર નંગ પંખા, MCB સ્વિચ નંગ દસ, MCB બોક્ષ -૧, વાયરના બંડલ નંગ - ૪, બોર્ડના પ્લાસ્ટિકના કવરો, ઈલેક્ટ્રીક સ્વીચો તથા અન્ય નાની - મોટી ઈલેક્ટ્રીકને લગતી ચીજવસ્તુઓ મકાનના બીજા માળે આવેલા બાથરૂમમાં મૂકી હતી.
દરમ્યાન તેઓના મકાનમાં તસ્કરોએ ત્રાટકી ઈલેક્ટ્રીક સામાન કુલ રૂપિયા ૫૫, ૩૮૨ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોધાતા પોલીસે ગણતરીના સમયમાં 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Next Story