ભરૂચ : કપલસાડી નજીક રેલ્વે ગરનાળામાં ભરાયું વરસાદી પાણી

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામ નજીક આવેલ ઝઘડિયા જીઆઇડીસીને જોડતા રેલ્વે ગરનાળામાં પાણી ભરાઈ જતા રાહદારીઓ સહિત અનેક વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

Advertisment

ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામ નજીક ગુજરાત બોરોસીલ કંપની સામે ઝઘડીયા જીઆઇડીસી તેમજ કપલસાડી અને ફુલવાડી ગામને જોડતું રેલ્વે ગરનાળુ આવેલુ છે. આ ગળનાળામાંથી જીઆઈડીસીમાં કામ અર્થે જતા કામદારો તેમજ કપલસાડી અને ફુલવાડી ગામના લોકો રોજ અવરજવર કરે છે, ત્યારે પહેલા જ વરસાદે પાણી ભરાઈ જતાં અહી તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. તો સાથે જ રોડ પર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા છે. જેથી રાહદારીઓ સહિત અનેક વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ઝઘડીયાની જીઆઈડીસીમાં કામ કરવા માટે હજારો લોકો અંકલેશ્વર, ભરૂચ, ઝઘડીયા તેમજ દૂર દૂરથી આવે છે. જે લોકો વધુ પડતા કપલસાડીના રસ્તાથી પસાર થાય છે. આ રેલ્વે ગળનારામાં દર વર્ષે પહેલા જ વરસાદે પાણી ભારાવાના કારણે તળાવ જેવી સ્થિતિ સર્જાય છે. જેથી લોકોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, ત્યારે હવે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે.

Advertisment