Connect Gujarat
ગુજરાત

ભરૂચ : રાજપારડી પોલીસે ચોરીના મોબાઈલ ફોન સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

ભરૂચ : રાજપારડી પોલીસે ચોરીના મોબાઈલ ફોન સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસે 11 નંગ મોબાઈલ ફોન સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે આ મોબાઈલ ફોન ઈસમ ક્યાથી લાવ્યો અને કોને આપવા જતો હતો તે મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ મથકના પી.એસ.આઇ. જે.બી.જાદવ તેઓના સ્ટાફ સાથે રાજપારડી ટાઉનમાં ગુડલક હોટલ તેમજ ફાટક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ચાર રસ્તા તરફથી આવતો એક ઈસમ શંકાસ્પદ જણાતા તેને રોકી તપાસ કરતાં તેના હાથમાં રહેલ થેલીમાંથી પોલીસને 11 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

સમગ્ર મામલે રાજપારડી પોલીસે આ ઇસમને મોબાઈલ અંગે પુછપરછ કરી હતી. તો સાથે જ તેની પાસે મોબાઈલ ફોનના કોઇપણ જાતના બીલ કે, આધાર પુરાવા ન હતા. જેથી આ તમામ મોબાઈલ પોલીસને ચોરીના હોવાનું માલુમ પડતાં 11 નંગ મોબાઈલ ફોન જેની કિંમત 45,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝઘડીયા તાલુકાના દુ:માલપોર ગામના કિશન વસાવાને હસ્તગત કરી મોબાઈલ ફોન ક્યાંથી લાવ્યો તે દિશામાં વધુ પુછપરછ શરૂ કરી છે.

Next Story