Connect Gujarat
ગુજરાત

ભરૂચ : સેવા હી સંગઠનના સૂત્ર સાથે હલદર ગામે તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ કરાયું

ભરૂચ : સેવા હી સંગઠનના સૂત્ર સાથે હલદર ગામે તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ કરાયું
X

ભરૂચ તાલુકાના હલદર ગામે ભરૂચ-તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા સેવા હી સંગઠનના સૂત્ર સાથે વૃક્ષારોપણના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.


પૃથ્વી પર સમતોલ વાતાવરણ માટે જરૂરી અને પૂરતા વૃક્ષો ન હોવાના કારણે સંપૂર્ણ અને સારું વાતાવરણ ઉપલબ્ધ બનતું નથી. ઉપરાંત છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારીના કપરા કાળ દરમ્યાન ઓક્સિજન પ્રત્યેક જીવ માટે કેટલો જરૂરી છે, તેની મહત્વતા દરેક મનુષ્યને સમજાય ગઇ છે. તો સાથે જ પર્યાવરણની જાળવણી અને શુદ્ધ વાતાવરણના નિર્માણ માટે વધુ વૃક્ષોની આવશ્યકતા પણ હાલના સમયમાં જરૂરી બની છે, ત્યારે સૌકોઇને વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી બનવા હેતુસર ભરૂચ તાલુકાના હલદર ગામે ભાજપ-તાલુકા યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ, તાલુકા ભાજપ યુવા પ્રમુખ અલ્પેશસિંહ, જિલ્લા મંત્રી અને હાંસોટ પ્રભારી રાજુભાઈ, યુવા મહામંત્રી શક્તિસિંહ તથા ધર્મેન્દ્ર પુષ્કર્ણા, તાલુકા યુવા પ્રમુખ જયદેવભાઈ તથા ભરૂચ તાલુકા યુવા મોરચાની ટીમ, હલદર ગામના સરપંચ દેવભાઈ તથા ગામના આગેવાનો અને યુવાનોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, ત્યારે આગામી દિવસોમાં અન્ય લોકો દ્વારા પણ વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.



Next Story
Share it