Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નેત્રંગ તાલુકાના 60 ગામોમાં નેટવર્કના ધાંધિયાથી ગરીબ પરિવારના બાળકોનું ભવિષ્ય અંધકારમય

નેત્રંગ તાલુકો બન્યાને લાંબો સમય પસાર થવા છતાં આજદિન સુધી કોઈ પણ મોબાઇલ કંપનીનું નેટવર્ક સારી રીતે આવતું નથી

ભરૂચ : નેત્રંગ તાલુકાના 60 ગામોમાં નેટવર્કના ધાંધિયાથી ગરીબ પરિવારના બાળકોનું ભવિષ્ય અંધકારમય
X

ભરૂચ-નમૅદા જિલ્લાના સાતપુડા ડુંગરના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકામાંથી 76 ગામો અલગ પાડી મોદી સરકારે નવો નેત્રંગ તાલુકો બનાવ્યો હતો. નેત્રંગ તાલુકો બન્યાને લાંબો સમય પસાર થવા છતાં આજદિન સુધી કોઈ પણ મોબાઇલ કંપનીનું નેટવર્ક સારી રીતે આવતું નથી. નેત્રંગ ગામની સીમની પાસે આવેલા કેલ્વીકુવા, મોરીયાણા, બોરખાણી, ચંદ્રવાણ, કાંટીપાડા, વડપાન અને ફોકડી ગામ માત્ર 1 કિમી ત્રિજ્યામાં આવેલ હોવા છતાં કોઇપણ કંપનીનું નેટવર્ક પકડાતું નથી. ત્યારે અંતરિયાળ વિસ્તારના ગામો જેવા કે વાંકોલ, વણખુંટા, આંજોલી, ચિકલોટા, ભેંસખેતર, મૌઝા, પીંગોટ, જાંબુડા, યાલ જેવા ઘણાખરા ગામોમાં સતત મોબાઇલ નેટવર્કના ધાંધિયા જણાઈ રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આર્થિક રીતે પાયમાલ બની રહ્યા છે. આજે દરેક ઘરમાં 4 થી 5 મોબાઈલ ધારકો અલગ-અલગ કંપનીના સિમ કાર્ડ રાખવા મજબૂર બન્યા છે. અને અલગ અલગ મોબાઈલ કંપનીના રિચાર્જ કરાવીને આકહરે ગ્રાહકોને છેલ્લે છેતરવાનો જ અહેસાસ થાય છે. કેટલાય દિવસ નેટવર્ક આવતું નથી, ડેટા ઉપયોગ કરી શકતા નથી તેની સામે દિવસોની વેલીડિટી ઘટતી જાય છે. નેત્રંગ તાલુકામાં 76 ગામડાઓમાંથી આશરે 25 હજાર લોકો મોબાઈલ વાપરતા હશે તો આ રીતે હજારો મિનિટ, કેટલાય જીબી દેતાનો અને હજારો દિવસનો વણ વપરાયેલ લખો રૂપિયાનો ફાયદો કંપની કરી લે છે. આવી રીતે દરેક કંપની સુવિધાઓ આપવા પાછળ રહે છે પરંતુ ગ્રાહકોના ખીસા ખંખેરવામાં પાછું વળીને જોતી નથી.

ડિજિટલ ઇન્ડીયાની વાતો કરનાર સરકાર અને તેના નેતાઓ આ બાબતે નેત્રંગ તાલુકામાં નિષ્ફળ ગયા હોય તેવું સ્પષ્ટ પણે જણાઇ રહ્યું છે. કોઇપણ પ્રકારાની મોબાઇલ કંપનીનું નેટવર્ક નહીં આવતું હોવાથી ટેલીફોનીક વાતચીત થઇ શકતી નથી, વાતચીત કરવા માટે નેત્રંગ તાલુકા મથક સુધી આવવું પડે છે. આરોગ્યલક્ષી ઇમરજન્સીના કામ માટે ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપકૅ પણ થઇ શકતો નથી. હાલમાં વૈશ્વિક મહામારીના કારણે શાળા-કોલેજો બંધ હોવાથી બાળકો શાળા જઇ શકતા નથી. અભ્યાસ નહીં બગડે તે માટે ઓનલાઈન અભ્યાસ શરૂ કરાયો છે. શિક્ષકો ધ્વારા એકમ કસોટી અને હોમ લનિૅગના પુસ્તકો પહોંચાડવામાં આવ્યા છે, ત્યારબાદ ઓનલાઈન લિંક મોકલવામાં આવે છે, લિંક ખોલીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોય છે. પરંતુ નેટવર્કના ધાંધિયાથી અભ્યાસ થતો નથી અને વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરવા નેટવર્ક શોધતા ફરે છે.

Next Story