Connect Gujarat
ગુજરાત

ભરૂચ: પટેલ વેલફેર હોસ્પિટલ અગ્નિકાંડમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસને સરકાર રૂ5 લાખનું ઈનામ અપાશે

ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના મોત નિપજ્યાં હતા આ મામલામાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી

ભરૂચ: પટેલ વેલફેર હોસ્પિટલ અગ્નિકાંડમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસને સરકાર રૂ5 લાખનું ઈનામ અપાશે
X

ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના મોત નિપજ્યાં હતા આ મામલામાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને ઘણા દર્દીઓના જીવ બચાવ્યા હતા આ બાબતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું ત્યારે આ જવાનો ત્વરિત પહોંચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતાં અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવવા માટે જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવ્યા છે અને અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહ પૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખી હતી. એટલા માટે એમને પ્રોત્સાહિત કરવા રાજય સરકારે આ નિર્ણય કર્યો છે.

Next Story
Share it