ભરૂચ જિલ્લાના ઉમલ્લા પ્રાથમિક કન્યાશાળા ખાતે મા અમૃત્તમ કાર્ડ તેમજ મા વાત્સલ્ય કાર્ડ વિતરણ શિબિર યોજાઇ હતી. ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઉમલ્લા પ્રાથમિક કન્યાશાળા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા ગામના લાભાર્થીઓને મા અમૃતમ કાર્ડ તેમજ મા વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. મા અમૃતમ કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ માટે ગામના લાભાર્થીઓને જે ધક્કા ખાવા પડતા હતા, ત્યારે ભાજપ યુવા મોરચા દ્વારા ઉમલ્લા ગામ ખાતે કાર્ડ વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ માટે તકલીફ પડતી હતી, હવે તેમાંથી મુક્તિ મળશે. ઝઘડીયા તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, ત્યારે ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત શિબિરથી ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી.