અંકલેશ્વર : અંદાડામાં મુખ્ય રસ્તાને નડતરરૂપ લારી-ગલ્લાનાં દબાણો દૂર કરતું તંત્ર,PWD,ગ્રામ પંચાયત અને સિંચાઈ વિભાગ દ્વારા કાર્યવાહી

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે મુખ્ય માર્ગ અને ગામ તળાવને નડતરરૂપ દબાણોને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.PWD,ગ્રામ પંચાયત

New Update

અંદાડામાં દબાણો કરાયા દુર 

13થી વધુ લારી-ગલ્લા અને નડતર દૂર કરાયા

PWD,ગ્રા.પં અને સિંચાઇ વિભાગની કાર્યવાહી

જાહેર રસ્તા અને ગામ તળાવ પાસે કરાયુ હતું દબાણ

પોલીસ બંદોબસ્ત સાથે દબાણો કરાયા દુર 

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે મુખ્ય માર્ગ અને ગામ તળાવને નડતરરૂપ દબાણોને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.PWD,ગ્રામ પંચાયત અને સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતેPWD, ગ્રામ પંચાયતતાલુકા પંચાયત અને સિંચાઇ વિભાગના સંયુક્ત પ્રયાસોથી દબાણ હટાવવાની વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જાહેર માર્ગો અને ગામ તળાવ નજીક થયેલા નડતરરૂપ દબાણોને દૂર કરીને વાહનવ્યવહાર અને ગ્રામીણ વિકાસના માર્ગ મોકળા કરવામાં આવ્યા છે.અધિકારીએ માહિતી આપી કે ગામના રસ્તા અને તળાવની સીમામાં થયેલા દબાણો સામે ત્રણ વખત નોટિસો પાઠવી ચેતવણી આપવામાં આવી હતી. છતાં દબાણો નહીં ખસેડવામાં આવતા તંત્રએ કડક કાર્યવાહી અમલમાં મૂકી હતી.

દબાણ હટાવતી વખતે કોઈ અશાંતિ ન ફેલાય તે માટે પોલીસનો પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુલેહ અને શાંતિના માહોલમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. તંત્રએ  13થી વધુ લારી-ગલ્લા તેમજ અન્ય નડતરરૂપ માળખાને દૂર કરવામાં આવ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર : શ્રાવણના પ્રથમ સોમવારે પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિરે ભક્તોનો છલકાયો સાગર, શિવ નામનો ગુંજ્યો નાદ

અંકલેશ્વર નગરને પૌરાણિક ઓળખ આપનાર અંતરનાથ મહાદેવ ભક્તોની આસ્થાનું પ્રથમ સ્થાન માનવામાં  છે.ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

New Update
  • ભક્તોના મનની ઈચ્છા પૂરી કરતા અંતરનાથ મહાદેવ

  • અંક્લેશ્વરને પૌરાણિક ઓળખ આપનાર અંતરનાથ મહાદેવ

  • શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તો બન્યા શિવમગ્ન

  • અંતરનાથ મહાદેવ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ

  • મંદિર પરિસર ૐ નમઃ શિવાયના ગગનભેદી મંત્રથી ગુંજી ઉઠ્યું

અંકલેશ્વર નગરને પૌરાણિક ઓળખ આપનાર અંતરનાથ મહાદેવ ભક્તોની આસ્થાનું પ્રથમ સ્થાન માનવામાં  છે.ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

અંકલેશ્વરનું નામ અંતરનાથ મહાદેવના નામ પરથી પડ્યું હતું.શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલ અંતરનાથ મહાદેવ મંદિરે સામાન્ય દિવસોમાં ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે,પરંતુ શ્રાવણ મહિનામાં ભોળા સંભુની ભક્તિનો અનેરો મહિમા રહ્યો છે.આજરોજ શ્રાવણના પ્રથમ સોમવારે અંતરનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.અને શિવભક્તોએ અંતરનાથ મહાદેવનું પૂજન અર્ચન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.આ ઉપરાંત મંદિર પરિસરમાં બિરાજમાન નવ ગ્રહના દર્શનનો પણ લ્હાવો લીધો હતો.