ભરૂચ: શનિજયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ભરૂચ દાંડિયા બજાર શનિ મંદિર ખાતે શનિદેવ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શનિ યાગ, મહા આરતી અને 1000 લિટરથી વધુ લસ્સીનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

શનિજયંતિની ઉજવણી

દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું છે મંદિર

વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરાયુ આયોજન

ભક્તોને 1 હજાર લીટર લસ્સીનું કરાયુ વિતરણ

ભરૂચ દાંડિયા બજાર શનિ મંદિર ખાતે શનિદેવ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શનિ યાગ, મહા આરતી અને 1000 લિટરથી વધુ લસ્સીનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
વૈશાખ વદ અમાસ તથા સોમવતી અમાસના પાવન યોગે ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત શનિ મંદિર ખાતે ભગવાન શ્રી શનિદેવના જન્મોત્સવની ધામધૂમભેર ઉજવણી કરવામાં આવી. શનિદેવના જન્મદિવસ નિમિત્તે મંદિર પરિસરમાં શનિ યાગ, મહા આરતી સહિતના  ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન-પૂજન કર્યા.ભક્તો માટે પ્રસાદરૂપે 1000 લિટરથી પણ વધુ લસ્સીનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
Latest Stories