ભરૂચ: રેલવે કોલોનીમાં દંપત્તી અને પુત્રના મોત માટે જવાબદાર આરોપી ઝડપાયો

ગુજરાત|Featured|સમાચાર,ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની તૃપલે રેલવે કોલોની સ્થિત કવાર્ટરમાં પંખા સાથે ગળેફાંસો લગાવી કર્યો આપઘાત

author-image
By Connect Gujarat Desk
New Update
ભરૂચની રેલવે કોલોનીમાં બની હતી ઘટના
પત્નીના આપઘાત બાદ પતિએ પુત્રની કરી હતી હત્યા
પતિએ પણ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો હતો આપઘાત
પોલીસે આરોપીની કરી ધરપકડ
આત્મહત્યા માટે દુષપ્રેરણા આપનાર આરોપીની ધરપકડ
ભરૂચમાં એક રેલવે અધિકારી અને તેનાં પત્નીની આત્મહત્યાની ઘટના સામે આવી હતી. પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અધિકારીએ તેના 10 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી જાતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેવાના મામલામાં પોલીસે આત્મહત્યા માટે દુષપ્રેરણા આપનાર રાજા શેખ નામના ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની તૃપલે રેલવે કોલોની સ્થિત કવાર્ટરમાં પંખા સાથે ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસ ફરિયાદમાં પરિવારના આપઘાત પાછળ રાજા શેખ નામનો ઈસમ કારણભૂત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બે મહિના બાદ આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.ઝડપાયેલ આરોપી રાજા શેખ જતીન મકવાણાની પત્ની રૂપલનું શોષણ કરી માનસિક ત્રાસ આપતો હતો જે સહન ન થતા ત્રુપલે આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ જતીને તેના પુત્રની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી રાજા શેખ વિવિધ જિમમાં ટ્રેનર તરીકે કામ કરે છે અને અહીં ટ્રેનિંગ અર્થે આવતી યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેઓનું માનસિક અને શારીરિક શોષણ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે પોલીસે આરોપીની આત્મહત્યા માટે  દુષપ્રેરણા આપવાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Read the Next Article

અંકલેશ્વર : રામકુંડ તીર્થના પટાંગણમાં ભાજપ દ્વારા વૃક્ષારોપણ થકી ગુરુપૂર્ણિમાના પાવન પર્વની વિશેષ ઉજવણી કરાય...

અંકલેશ્વર શહેરના રામકુંડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રામકુંડ તીર્થના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

New Update
Ankleshwa Ramkund

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રામકુંડ તીર્થના પટાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ થકી ગુરુપૂર્ણિમાના પાવન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છેત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ ઠેર ઠેર ગુરુપૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતીત્યારે અંકલેશ્વર શહેરના રામકુંડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુપૂર્ણિમા નિમિત્તે રામકુંડ તીર્થના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૃક્ષોનું જતન કરી પર્યાવરણની રક્ષા કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતપાલિકા ચેરમેન નિલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.